આપનું સ્વાગત છે -


Powered by IP2Location.com

Sunday, January 3, 2010

મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શાહની ચીરવિદાય






મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શાહની ચીરવિદાયથી

આઘ્યાત્મિક કવિની સૌંદર્યાભિમુખ કવિતાનો યુગ આથમી ગયો


અમદાવાદ, રવિવાર, 03.01.2010.



ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ અને ભારતીય સાહિત્યના પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત રાજેન્દ્ર શાહનું ગઇકાલે રાતે મુંબઇમાં અવસાન થયું હતું. તેઓ ૯૭ વર્ષના હતા. તેઓના અવસાનથી ગુજરાત, ગુજરાતી ભાષાએ અનુગાંધી યુગના એક આઘ્યાત્મિક કવિ ગૂમાવ્યા છે.



જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત અનુગાંધીયુગનાકવિનું મુંબઇમાં ૯૭ વર્ષની વયે અવસાન



૧૯૧૩ની ૨૮મી જાન્યુઆરીએ ખેડા જિલ્લાના કપડવંજમાં જન્મેલા રાજેન્દ્રભાઇ પિતા કેશવલાલ અને લલિતાબહેનનું એક માત્ર સંતાન હતા. બે વર્ષની નાની વયે પિતાનું છત્ર ગુમાવ્યું પછી યુવાન વિધવા માતાએ વિષમ સંજોગોમાં તેમને ઉછેર્યા હતા, સ્વમાન અને સંસ્કારનું સિંચન કરેલું.



પ્રાથમિક, માઘ્યમિક શિક્ષણ કપડવંજમાં મેળવ્યું હતું. સાથોસાથ અંબુભાઇ પુરાણીની વ્યાયામ પ્રવૃત્તિમાં પણ રસ લીધેલો. ઇ.સ. ૧૯૩૦માં અસહકાર આંદોલનમાં જોડાયા ત્યારે માત્ર ૧૭ વર્ષના હતા અને મેટ્રિકની પરીક્ષા નહીં આપવાનું નક્કી કર્યું હતું. સાડાત્રણ માસની આકરી સજા સાબરમતી અને યરવડાની જેલમાં ગુજારેલી.



૧૯૩૨માં મેટ્રિક પાસ કરી રાજેન્દ્રભાઇ મુંબઇની વિલ્સન કોલેજમાં અભ્યાસાર્થે ગયા હતા પરંતુ તબિયતે સાથ ન આપતા વતન પાછા ફર્યા હતા. ૧૯૩૪માં વડોદરા જઇ અભ્યાસ શરૂ કર્યો અને ૧૯૩૭માં તત્વજ્ઞાનના (ફિલોસોફી) વિષય સાથે બી.એ. થયા હતા.



એમ.એ.નો અભ્યાસ કરવા અમદાવાદની ગુજરાત કોલેજમાં દાખલ થયા હતા. આર્થિક ઉપાર્જન માટે ઢાલગરવાડ પાસેની શાળામાં નોકરી કરી હતી. એ પછી જાણીતી મહિલા સંસ્થા ‘જ્યોતિસંઘ’માં પણ ૧૯૪૨ સુધી કામ કરેલું. જો કે એમ.એ.નો અભ્યાસ પૂરો કરી શક્યા નહોતા.



દરમિયાન ૧૯૩૧ મંજુલાબહેન આગ્રાવાલા સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. પરિવારમાં છ સંતાનો (ત્રણ દિકરા, ત્રણ દીકરી) પૈકીના સૌથી મોટા પિનાકીનભાઇ જોડે પાછલાં વર્ષોમાં મુંબઇ છોડીને આવ્યા ત્યારથી અમદાવાદમાં રહેતા હતા.



૧૯૪૨ સુધી ‘જ્યોતિસંઘ’માં કામ કર્યા પછી અમદાવાદમાં જ ‘ગૃહસાધન’ નામે મોદીખાનાની- કરિયાણાની દુકાન શરૂ કરેલી ૧૯૪૫માં મુંબઇ ગયા. જંગલોમાં લાકડાં કાપવાનો કોન્ટ્રાક્ટ લેતી આર. જે. શાહ એન્ડ કંપનીમાં ૧૯૫૧ સુધી નોકરી કરી. ૧૯૫૧થી ૧૯૫૫ દરમિયાન કાગળનો વ્યાપાર કર્યો. તે પછી ૧૯૫૫માં ‘લિપીની પ્રિન્ટરી’ નામક પ્રિન્ટીંગ પ્રેસ શરૂ કર્યો હતો.



૧૯૭૦માં પ્રિન્ટીંગ પ્રેસ પુત્ર કૈવલ્યને સોંપી તેઓ વતનમાં પાછા આવ્યા હતા. ત્યારપછી નિવૃત્ત જીવન ગુજારતા હતા. જો કે એમની સાહિત્ય પ્રવૃત્તિ તો જળવાઇ જ રહી હતી. ૧૯૯૩માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ થયા હતા. પછીથી મોટે ભાગે અમદાવાદમાં જ રહ્યા હતા.



૨૦૦૪માં, ભારતીય સાહિત્યના નોબેલ પુરસ્કાર મનતા ‘જ્ઞાનપીઠ’ એવોર્ડથી સન્માનિત એવા રાજેન્દ્રભાઇને પહેલો પ્રતિષ્ઠિત પુરસ્કાર ૧૯૪૭માં ‘કુમારચન્દ્રક’ રૂપે મળ્યો હતો. ગુજરાતી સાહિત્યની ઉત્તમ સેવા કરનારા આ આઘ્યાત્મિક કવિની ઝોળીમાં રણજિતરામ સુવર્ણ ચન્દ્રક (૧૯૫૬) સાહિત્ય અકાદમી એવોર્ડ (૧૯૬૪) નર્મદ ચન્દ્રક (૧૯૭૭) અરવિંદો સુવર્ણ ચન્દ્રક (૧૯૮૦) ભારતીય ભાષા પરિષદનો એવોર્ડ (૧૯૮૫) ધનજી કાનજી સુવર્ણચન્દ્રક (૧૯૮૬) ગુજરાત સાહિત્ય અકાદમીનું મૂર્ધન્ય સાહિત્યકાર સન્માન (૧૯૯૩) અને નરસિંહ મહેતા એવોર્ડ પડી ચૂક્યા હતા.



રાજેન્દ્ર શાહની ૭ દાયકાની કાવ્યયાત્રાઃ ‘ઘ્વનિ’થી ‘પ્રેમનો પર્યાય’
મૌલિક કાવ્યસર્જન ઉપરાંત અનેક ઉત્તમ અનુવાદો પણ એમણે આપ્યા છે



કવિ રાજેન્દ્ર શાહની કવિતાયાત્રા સાત દાયકાથી પણ વઘુ ચાલી છે. કાળના વિશાળ પટ પર વિસ્તરેલી એમની શબ્દયાત્રામાંથી જે કાવ્યસગ્રહો- ગીત સંગ્રહો ગુજરાતી ભાષાને મળ્યા તેની યાદી ‘ઘ્વનિ’(૧૯૫૧)થી ‘પ્રેમનો પર્યાય’ (૨૦૦૪) સુધીની છે જે આ મુજબ છે.
ઘ્વનિ (૧૯૫૧)
આંદોલન (૧૯૫૧-૫૨)
શ્રુતિ (૧૯૫૭)
મોરપિંછ (બાળ કાવ્યસંગ્રહ) (૧૯૬૦)
શાંત કોલાહલ (૧૯૬૨)
ચિત્રણા (૧૯૬૭)
ક્ષણ જે ચિરંતન (૧૯૬૮)
વિષાદને સાદ (૧૯૬૮)
મઘ્યમા (૧૯૭૭)
આંદોલન (ગીતસંગ્રહ) ૧૯૭૮
ઉદ્ગીત (૧૯૭૯)
ઇક્ષણા (૧૯૭૯)
પત્રલેખા (૧૯૮૧)
પ્રસંગ સપ્તક (૧૯૮૨)
પંચપર્વા (૧૯૮૩)
કિંજલ્કિની (૧૯૮૩)
વિભાવન (૧૯૮૩)
દ્વા સુપર્ણા (૧૯૮૩)
આંબે આવ્યા મોર (બાળકાવ્ય) ૧૯૮૫
ચંદન ભીની અનામિકા (૧૯૮૭)
નીલાંજના (૧૯૮૯)
આરણ્યક (૧૯૯૨)
સ્મૃતિ સંવેદના (૧૯૯૮)
વિરહ માઘુરી (૧૯૯૯)
વ્રજ વૈકુંઠે (૨૦૦૨)
હા... હું સાક્ષી છું (૨૦૦૩)
પ્રેમનો પર્યાય (૨૦૦૪)



રાજેન્દ્રભાઇએ મૌલિક કાવ્યસર્જનો ઉપરાંત કેટલાક અનુવાદો પણ કર્યા હતા. જેમાં જયદેવ રચિત ગીત ગોવિંદ (૧૯૮૯) વિદ્યાપતિ (૧૯૮૦) જીવનાનંદદાસ (૧૯૮૫) બુદ્ધદેવ બસુ (૧૯૯૦) તૃણપર્ણ (વોલ્ટ વ્હિમટન કૃત ૧૯૯૧) કોલારિજકૃત કથાકાવ્ય ‘ધ રાઇમ ઓવ ધી એન્શન્ટ મેરિનરનો અનુવાદ ગાથા એક વૃદ્ધ નાયિકની (૧૯૯૮) રવિન્દ્રનાથ કૃત બલાકા (૧૯૯૩) ઇશાવસ્ય ઉપનિષદ (૧૯૯૫) વગેરેનો સમાવેશ થાય છે. પછીના વર્ષોમાં કાલિદાસકૃત ‘મેઘદૂત’ અને બિલ્હણકૃત ‘ચારે પંચાશિકા’ પણ પ્રગટ થયા હતા.



ઇંધણાં વીણવા ગૈતી મોરી સૈયર... ઇંધણાં...!

અમદાવાદ, રવિવાર


‘ઇંધણા વીણવા ગૈતી મોરી સૈયર, ઇંધણાં વીણવા ગઈ’તી રે લોલ’ એ ગીત સાથે ટીવીના નાનકડા પડદે નવરાત્રિપર્વે દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકને જોઈને દર્શકો ઝૂમી ઉઠે કે પછી આલ્બમનું ગીત સાંભળીને યુવા પેઢીના શ્રોતાઓ ડોલી ઉઠે છે. પણ યુવાપેઢીને ભાગ્યે જ ખબર હશે કે આ રઢિયાળું ગીત કવિ રાજેન્દ્ર શાહની રચના છે.



એમના પહેલા કાવ્યસંગ્રહ ‘ઘ્વનિ’ (૧૯૫૧)નું આ કાવ્ય અત્યારે ૬૦ વર્ષ પછી પણ યુવાપેઢીને આકર્ષે છે. આ કાવ્યમાં બપોરની વેળા, ચૈતર મહિનાનું આભ, કોયલનો ટહૂકો, અને આવા વાતાવરણ વચ્ચે જોવાતી વાટની અનોખી વાત છે. છેલ્લે તો કવિ કહે છે કે ‘વાતરક વ્હેણમાં નૈતી મોરી સૈયર, વાતરક વ્હેણમાં નહી’તી રે લોલ...’ આ બધામાંથી એક અદ્ભૂત ચિત્ર ઊભું થાય છે અને એટલે જ આ ગીત ‘કોઈકની વાટ જોનારા’ પ્રત્યેકના દિલને ડોલાવે એવું છે.





અક્ષર દેહના સ્વામી વહેલી સવારે ચિરનિદ્રામાં

જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કવિ રાજેન્દ્ર શાહ અતિત બન્યા

મુંબઈ, તા.૩



ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ, સમર્થ ગીતકાર અને જ્ઞાનપીઠ એવોર્ડ- વિજેતા સર્જક શ્રી રાજેન્દ્ર શાહ શનિવારે રાત્રે ૮.૩૦ વાગ્યે ગોરેગામ (પૂર્વ)માં દિંડોશી પાસે આવેલા તેમના પુત્ર કૈવલ્યના નિવાસસ્થાને શાંતિપૂર્વક ચિરનિદ્રામાં પોઢી ગયા હતા. તેમની ઊંમર ૯૭ વર્ષની હતી. ગઈકાલે સવારે તેમનાં સ્વજનો અને જાણીતા સાહિત્યકારોની ઉપસ્થિતિમાં તેમના અક્ષરદેહના અંતિમસંસ્કાર કરાયા હતા.



‘કેવડિયાનો કાંટો અને ‘બોલીએ ના કંઈ જેવી લોકપ્રિય રચનાઓના સર્જકની વિદાયઃ મારું જીવનકાર્ય પૂરું થયું છેઃ કવિના અંતિમ શબ્દો



૧૯૦૩માં ગુજરાતના નડિયાદ જિલ્લામાં કપજવંજ ખાતે જન્મેલા રાજેન્દ્રભાઈએ યુવાન વયથી જ સુંદર ઊર્મિકાવ્યો લખવાની શરૂઆત કરી હતી. તેમનાં કાવ્યો ઉંડા પ્રકૃતિપ્રેમ, માનવસ્વભાવના માર્મિક નિરીક્ષણ, લયમાઘુર્ય અને નાદમાઘુર્યથી છલકાતાં હોવાથી ગાંધીયુગના તત્કાલીન કવિઓમાં તેમણે આગવી ઓળખ ઊભી કરી હતી.



૩૯ વર્ષની વય ૧૯૪૨માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ઘ્વનિ’ પ્રગટ થતાંવેંત તેમની રચનાઓ ‘કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો’ અને ‘બોલીએ ના કંઈ, આપણું હૃદય ખોલીએ ના કંઈ’ જેવાં ગીતો લોકજીભે ચડી ગયાં હતાં અને વરસો સુધી પાઠયપુસ્તકોમાં અચૂક સ્થાન પામ્યાં હતાં.

તેમના અન્ય કાવ્યસંગ્રહોમાં ‘શ્રુતિ’, ‘શાંત કોલાહલ’, ‘આંદોલન’નો સમાવેશ થાય છે. ૨૦૦૪માં રાજેન્દ્રભાઈને ગુજરાતી કાવ્યધારામાં અનેરા યોગદાન બદલ ‘જ્ઞાનપીઠ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

છેલ્લાં થોડાક વરસોથી તેઓ ગુજરાતી ડિકશનેરીના કાર્યમાં વ્યસ્ત રહેતા હતા. બેએક દિવસ પહેલાં તેમને થોડીક અસ્વસ્થતા જણાતાં હોસ્પિટલમાં સારવાર લેવાનું તેમના પુત્ર કૈવલ્યે કહ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘મારું જીવનકાર્ય હવે પૂરું થઈ ગયું છે. છતાં ગઈકાલે ડોક્ટરે તેમને કહ્યું કે તમને સારવાર આપીને આવતીકાલે તાજામાજા કરી દઈશું ત્યારે તેમણે મક્કમતાથી કહ્યું હતું કે ‘પણ આવતીકાલે હું હોઈશ તોને?’ આ તો ખોળિયું બદલવાનો ઉત્સવ છે. મારા અવસાન પછી કોઈ શોક મનાવશો નહિ. હું બિલકુલ સ્વસ્થતાથી જઈ રહ્યો છું.’



રાજેન્દ્રભાઈના પરિવારમાં બે પુત્રો અને ત્રણ પુત્રીનો સમાવેશ થાય છે. રાષ્ટ્રઘ્વજને છાતીએ ચાંપી ટાવર પરથી ભૂસકો મારેલો!
અમદાવાદ, રવિવાર



મેટ્રિકની પરીક્ષા ન આપીને આઝાદીની લડાઈ અંતર્ગત અસહકારના આંદોલનમાં જોડાયેલા રાજેન્દ્ર શાહ ગુજરાતી કવિતાના ક્ષેત્રે જેમ ટોચ પર બિરાજતા હતા તેમ એમના રાષ્ટ્રપ્રેમ પણ ટોચનો હતો.

૧૯૩૦માં ત્રણ મહિનાની આકરી સજા અમદાવાદ અને યરવડાની જેલમાં ભોગવી પછી વતન કપડવંજમાં પાછા ફર્યા હતા. એ પછીના એક દિવસે કપડવંજના ટાવર પર રાષ્ટ્રઘ્વજ ફરક્યો હતો. એને ઉતારવા પોલીસ પ્રયાસ કરી રહી છે તેવું રાજેન્દ્રભાઈના ઘ્યાનમાં આવ્યું. એ સાથે જ આ તરવરિયા યુવાન સડસડાટ ટાવર પર ચડી ગયા. કોઈ કશું વિચારે એ પહેલાં જ રાષ્ટ્રઘ્વજને છાતી સરસો ચાંપી લઈ ઊંચા ટાવર પરથી સીધો ભૂસકો લગાવ્યો હતો! એટલી ઊંચાઈએથી પટકાયા પછી ઘ્વજને નહીં છોડનારા રાજેન્દ્રભાઈને પોલીસે પણ ઢોર માર માર્યો હતો. એના કારણે એમને લાંબી માંદગી પણ ભોગવવી પડી હતી.

Friday, January 1, 2010

ગુજરાતને વિશ્વનું ઘર બનાવવાની નેમ







ગુજરાતને વિશ્વનું ઘર બનાવવાની નેમ
Bhaskar News, Gandhinagar
ગુજરાતના ૫૦ વર્ષના ૬૭૫ લોકપ્રતિનિધિઓની વિધાનસભામાં ઉપસ્થિતિ : સૌએ લીધો સ્વર્ણિમ સંકલ્પ

ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક સ્વર્ણિમ સંસદીય પરિષદ સાથે ગુજરાતની સ્થાપનાની સુવર્ણજયંતિની ઉજવણીનો ભવ્ય પ્રારંભ થયો હતો. વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પક્ષના અત્યાર સુધીના ૬૯૫ જેટલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ગુજરાતને વધુ ‘સ્વર્ણિમ’ બનાવવાનો સર્વપક્ષીય સંકલ્પ કરાયો ત્યારે ગુજરાતની ગરિમા દીપી ઊઠી હતી.

આ સંકલ્પની રજૂઆત વખતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એવી ખાતરી આપી હતી કે તેમની સરકાર સૌને સાથે લઇને ચાલશે. જૉ કે માજી મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ અને કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે વિકાસના તબક્કાને સમર્થન આપી મીઠી ટકોર પણ કરી હતી. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ મોકલેલા સંદેશામાં ગુજરાતને ભારતનો ‘ કોહિનૂર ’ ગણાવ્યો હતો. ભાજપના ટોચના રાષ્ટ્રીય નેતા અડવાણીએ ગુજરાત જેવી ઉજવણી તમામ રાજયમાં થવી જૉઇએ તેવું સૂચન કર્યું હતું.

નાદુરસ્ત તબિયતના કારણે ઉપસ્થિત ન રહી શકેલા સાંસદ અહેમદ પટેલે પણ એક સંદેશામાં ગુજરાતની પ્રગતિને પ્રેરણારૂપ ગણાવીને રાજયના નાગરિકોન બિ રદાવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ વિકાસ માટે પક્ષાપક્ષીથી દૂર રહેવા જણાવ્યું હતું. આ પ્રસંગે આમંત્રિત કેન્દ્રીય નેતાઓ અને રાજયના પૂર્વ અને વર્તમાન નેતાઓ ઉપસ્થિત હતા પરંતુ ત્રણ ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓની ગેરહાજરી નોંધપાત્ર બની હતી.

ગુજરાત વિધાનસભાને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. ગાંધીનગરમાં એવા પણ સભ્યો ઉત્સાહ સાથે આવ્યા હતા કે ઉમરના કારણે તેમની શારીરિક સ્થિતિ નબળી પડી હતી. ઘણાં વર્ષોપછી સભાગહમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળતાં રાજીના રેડ થઇ ગયેલા ૫૦ વર્ષ જૂના ધારાસભ્યો પોતાના ભૂતકાળને વાગોળી રહ્યા હતા.

શુક્રવારે બપોરેવિધાનસભાગૃહમાં પરિષદના પ્રારંભ પછી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વિર્ણમ સંકલ્પની જાહેરાત કરતાં કહ્યું હતું કે ગુજરાતની સ્થાપના પછીનાં ૫૦ વર્ષના ડેવલપમેન્ટ ગ્રાફમાં કોઇ એક સરકાર કે કોઇ એક વ્યકિતનું યોગદાન નથી પરંતું વિકાસની ઊચાઇઓ સર કરવામાં પાયો નાખનારા મહાનુભાવોથી લઇને વિકાસની કેડી કંડારનારા તમામ સહભાગી છે. આ તબક્કે હું અત્યાર સુધીમાં સત્તાસ્થાને આવેલા તમામ મુખ્યમંત્રીઓનો ઋણી છે. વિશ્વમાં ગુજરાતીઓને ગૌરવ અપાવવાનું છે. આ એક ઐતિહાસિક પ્રસંગ છે અને તેને પ્રેરક, અસરકારક વળાંક આપવાનો છે.

ગુજરાતની પ્રજાના સપનાને પૂરાં કરવા માગતા ગુજરાત સરકારના સ્વિર્ણમ સંકલ્પને વધાવી રાજયપાલ ડો. કમલાએ કહ્યું હતું કે ૨૦૧૦ના વર્ષમાં ગુજરાત તેજી સાથે વિકાસનાં કામોમાં કોઇ કસર નહીં છોડે. છેલ્લાં પ૦ વર્ષમાં આવેલા તમામ મુખ્યમંત્રીઓએ રાજયનો નિરંતર વિકાસ કર્યોછે. હું રાજસ્થાની છું અને અમારા રાજયએ ગુજરાતને સગાભાઇની જેમ જૉયું છે. ગુજરાતે જ અમને લગન, મહેનત અને સરચાઇ શીખવી છે. તપસ્યા એ ગુજરાતીઓની એક ખૂબી રહી છે. પરિષદ પૂર્વે વિધાનસભાના અઘ્યક્ષ અશોક ભટ્ટે તેમના સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું કે ૨૦૧૦ની પહેલી મે થી એક વર્ષ સુધી રાજયમાં સ્વિર્ણમ સિદ્ધિ અને સોપાનનું તર્પણ ગુજરાતની પ્રજાને થવાનું છે.

ગાંધીનગરના સાંસદ એલ. કે. અડવાણીએ કહ્યું હતું કે, ગુજરાત દેશ માટે અનુકરણનીય છે. ગુજરાતનો વિકાસ કોઇ એક નેતાના કારણે નહીં પણ રાજયની જનતાના કારણે છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, જૉ પક્ષાપક્ષીથી દૂર રહેવાશે તો અકલ્પનીય વિકાસ સાધી શકાશે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે, વિતરણ વિનાની સમૃઘ્ધિ ખરાબ છે.

સંસ્કારના ઝરણા પણ જૉઇએ. ગુજરાતના ઘણા પ્રાણપ્રશ્નો બાકી છે તેને હલ કરવા માટે રાજકીય એકતા જરૂરી છે. વિપક્ષી નેતા શકિતસિંહ ગોહીલે જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસમાં કોંગ્રેસ હંમેશા ખભેખભો મિલાવીને સમર્થન આપશે. સાંસદ અને કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે સત્ય અને સાદગી રાખીને ખુશામતખોરી અને સ્વરછંદતા દૂર થવી જૉઇએ તેવી ટકોર કરી હતી. આ પ્રસંગ કેન્દ્રીય મંત્રી પ્રણવ મુકરજીના સ્વિર્ણમ સંકલ્પને સમર્થન આપતા સંદેશાનું વાચન કરવામાં આવ્યું હતું.

વિધાનસભામાં સ્વર્ણિમ ગુજરાત સંસદીય પરિષદનો શિક્ષિત- સંસ્કારી, સમૃદ્ધ ને સિદ્ધિઓથી ઝળહળતા ગુજરાતના નિર્માણ માટે સંકલ્પ








વિધાનસભામાં સ્વર્ણિમ ગુજરાત સંસદીય પરિષદનો
શિક્ષિત- સંસ્કારી, સમૃદ્ધ ને સિદ્ધિઓથી ઝળહળતા ગુજરાતના નિર્માણ માટે સંકલ્પ


ગાંધીનગર, શુક્રવાર


આજે ગુજરાત વિધાનસભામાં મળેલી ઐતિહાસિક સ્વર્ણિમ ગુજરાત સંસદીય પરિષદમાં સર્વપક્ષીય સંકલ્પ રજૂ કરવામાં આવ્યો હતો ‘‘આજે આ ઐતિહાસિક સભાગૃહ ઠરાવ કરે છે કે, અમે લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના વર્તમાન અને ભૂતપૂર્વ સૌ જનપ્રતિનિધિઓ, ગુજરાતના સ્વર્ણિમ જયંતી વર્ષને એક અદ્વિતીય તક ગણીને રાજ્યનો સર્વાંગી, સાર્વદેશિક, સર્વ સમાવેશ વિકાસ માટે અમે સમર્પિત થઈએ છીએ. આ સંકલ્પ દ્વારા આપણે શિક્ષિત, સંસ્કારી, સમૃદ્ધ, વૈશ્વિક સિદ્ધિઓથી ઝળહળતા ગુજરાતના નિર્માણનો સંકલ્પ લઈએ છીએ.’’

ગુજરાતની પ્રગતિ ૫૦ વર્ષોના સહિયારા પુરુષાર્થનો પરિપાક બધા જ મુખ્યમંત્રીઓનો ઋણ સ્વીકાર ઃ મોદી, મુખ્યમંત્રીએ રજૂ કરેલા સંકલ્પને માધવસિંહ, કેશુભાઈ, અડવાણી અને દિનશાનું સમર્થન

ગુજરાતની સ્થાપનાને ૫૦ વર્ષ પૂર્ણ થતા હોઈ ગુજરાત વિધાનસભામાં ૧૯૬૦થી આજદિન સુધીના ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદોની પરિષદ યોજવામાં આવી હતી.

રાજ્યપાલ ડો. કમલાજીની અઘ્યક્ષતામાં મળેલી આ પરિષદમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ, પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી, કેશુભાઈ પટેલ, પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય નેતા લાલકૃષ્ણ અડવાણી, રાજ્યસભામાં વિપક્ષી નેતા અરૂણ જેટલી, કેન્દ્રીય મંત્રીઓ દિનશા પટેલ, ભરત સોલંકી અને તુષાર ચૌધરી, પ્રદેશ ભાજપ પ્રમુખ પુરૂષોત્તમ રૂપાલા તથા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ ઉપરાંત પૂર્વ ગવર્નર વીરેન્દ્ર શાહ અને કુમુદબેન જોષી ઉપસ્થિત રહ્યા હતા.

૫૭૫ જેટલા પૂર્વ અને વર્તમાન સભ્યોની હાજરીમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સંકલ્પ રજૂ કર્યો હતો. તેમના પ્રવચનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું ંકે, ‘‘ગુજરાતનો વિકાસ એ કોઈ એક સરકારના કારણે શક્ય નથી. ડો. જીવરાજ મહેતાથી લઈને તમામ મુખ્યમંત્રીઓએ ગુજરાતના વિકાસ માટે પોતાનું યોગદાન આપ્યું છે. ગુજરાતને વિકસિત બનાવવા માટેનો મજબૂત પાયો નાખ્યો છે. ગુજરાતની પ્રગતિ આજે જે દેખાય છે તેમાં ૫૦ વર્ષો સુધીના સૌના સહિયારા પુરુષાર્થ અને પરિશ્રમનો પરિપાક છે. મારા માટે બધા જ મુખ્યમંત્રીઓના ઋણ સ્વીકારનો આ અવસર છે.

તેમણે જણાવ્યું હતું કે, પર સેવા માટે પરસેવો પાડે એ ગુજરાતી માત્ર ગુજરાતમાં જ નહિ પણ વિશ્વભરમાં વસતા ગુજરાતીઓએ સદા કાળ ગુજરાત ખડું કર્યું છે. એકવીસમી સદીમાં આપણો સંકલ્પ એ હોય કે આખું વિશ્વ ગુજરાતને પોતાનું ઘર બનાવે.’’

વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે સંકલ્પને સમર્થન આપતા જણાવ્યું હતું કે, ‘૫૦ વર્ષમાં ગુજરાતે ઘણા તડકા- છાયડા જોયા છે અનેક આપત્તિઓનો સામનો કરવામાં ગુજરાતના સાડા છ કરોડ ગુજરાતીઓ અભિનંદનને પાત્ર છે. સાડા પાંચ કરોડ ગુજરાતીઓ ગુજરાતમાં રહેતા અને ૧ કરોડ ગુજરાતીઓ વિશ્વનાં દેશોમાં રહીને પણ ગુજરાતની આપત્તિ સમયે હરહંમેશ મદદ કરવા તત્પર રહ્યા છે.

ગુજરાતીઓ ગુજરાતના પ્રશ્ને હંમેશા એક રહ્યા છે. નર્મદા વિરોધીઓનો સામનો કરવામાં મજદૂર હોય કે ઉદ્યોગપતિ, સંત હોય કે ફકીર સહુ કોઈએ તેમને ભગાવ્યા હતા. યશ કોને મળે છે એ જરૂરી નથી, ગુજરાત યશસ્વી બને એ મહત્ત્વનું છે. ગુજરાત આપણા થકી નથી, પણ ગુજરાત થકી આપણે છીએ. સ્વર્ણિમ વર્ષમાં ઝુપડામાં બેઠેલાના એક પણ દુઃખી જોઈને આપણી આંખ ભીની થાય એવો સંકલ્પ આપણે કરવો જોઈએ.’

પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ‘ગુજરાતની ભૂમિમાં એવો પ્રાણ છે કે આપણે આ ભૂમિ માટે ગૌરવ લઈ શકીએ છીએ. મહાભારત કાળમાં કૃષ્ણ એ પણ મથુરાની રાજધાની છોડીને ગુજરાત પસંદ કર્યું હતું અને દ્વારકામાં રાજધાની સ્થાપી હતી. દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવામાં સહુથી મોટું યોગદાન છે એ ગાંધીજીએ પણ ગુજરાતમાં જ જન્મ લીધો. દેશની એકતા માટે ગૌરવભેર નામ લેવાય છે એ સરદાર પટેલ ગુજરાતના, પાર્લામેન્ટમાં પ્રથમ સ્પીકર માવલંકર દાદા ગુજરાતના અને પાકિસ્તાનના પ્રથમ પ્રમુખ ઝીણા પણ ગુજરાતમાં જન્મ્યા હતા.’

તેમણે જણાવ્યું હતું કે, ‘પક્ષાપક્ષીથી પર રહીને ગુજરાતના વિકાસની ભાવના રાખીશું તો ન કલ્પ્યો હોય એવો વિકાસ કરી શકીશું. મુખ્યમંત્રીની ભાવનાઓ સાથે સંમત થાવ છું.’

કેશુભાઈ પટેલે સમર્થન આપતા જણાવ્યું કે, ‘સંસ્કારી ગુજરાત બનાવવાનું કામ એકલી સરકારનું નથી. જ્યાંથી સંસ્કારના ઝરણા નીકળે છે એ બધા જ ઝરણાઓને એકત્ર કરવા પડશે.’

લોકભાગીદારીથી વિકાસ કરવો હોય તો લોકભાગીદારી માટે પ્રથમ લોકચેતનાની જરૂર પડશે. આ કામ અહીં એકત્ર થયેલા લોકપ્રતિનિધિઓએ કરવું પડશે.

તેમણે સૂચવ્યું હતું કે, ગુજરાતના મહત્ત્વના બે-પાંચ પ્રશ્નો અલગ તારવીને આ પ્રશ્નોમાં કોઈ રાજકારણ નહી પણ એ ભાવનાથી પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને એક થઈને કામ કરવું પડશે.

લાલકૃષ્ણ અડવાણીએ ગાંધીનગરના પ્રતિનિધિ તરીકે તમામને આવકારી જણાવ્યું હતું કે, ગુજરાતની સુવર્ણ જયંતિ નિમિત્તે આજે જ કાર્યક્રમનું આયોજન થયું છે, તે તમામ રાજ્યો માટે પ્રેરણાદાયી છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતે આજે જે ઉંચાઈ હાંસલ કરી છે તે કોઈ સરકારોના કારણે નહી પરંતુ ગુજરાતની જનતાના કારણે છે. ગુજરાતીઓની આગવી સંસ્કૃતિ અને સંસ્કારનો પરિચય દેશ અને વિદેશમાં થયો છે.

તેમણે માધવસિંહની વાતને ટાંકીને જણાવ્યું કે જ્યારે કૃષ્ણ મથુરાથી ગુજરાતને પસંદ કર્યું એવું વિધાન થયું ત્યારે મને પણ મારું સ્મરણ તાજું થયું. મારા પિતાએ પણ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી ગુજરાતને પસંદ કરી કચ્છમાં સ્થાયી થયા હતા.

તેમણે કહ્યું કે આજે ભલે નંબર વન માટે વિવાદો ચાલતા હોય, તેમાં આપણે ન પડીએ તો પણ દરેક ગુજરાતી એક ડગલું આગળ વધે તો ગુજરાતના વિકાસની ગતિને કોઈ રોકી શકશે નહિ.

કેન્દ્રીય રાજ્યમંત્રી દિનશા પટેલે સંકલ્પને સમર્થન આપવાની સાથે જણાવ્યું હતું કે કલાપીની એક પંક્તિ છે કે સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે. ગુજરાતના વિકાસની કેડી કંડારવી હશે તો ઝુંપડામાં બેઠેલાને વિકાસની દિશા બતાવવાની જવાબદારી અહીં જે બેઠા છે તેમની છે. ઇન્દુ ચાચાના સાદગી- સત્યના વિચારો અપનાવવા પડશે. સાથોસાથ વહીવટની સ્વચ્છતા, નાના માણસનો વિચાર કરો એવા ઇન્દુ ચાચાના વિચારોને યાદ રાખવા પડશે. ગુજરાત ૧૮ હજાર ગામડાથી બનેલું છે ત્યારે ગામડા તરફ નજર રાખવી પડશે. વિધાનસભાના અઘ્યક્ષ અશોક ભટ્ટે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ૨૦૧૦ની પહેલી તારીખે આપણે સૌ ગુજરાતના ઇતિહાસની સોનેરી ક્ષણોમાં મળી રહ્યા છીએ. ગુજરાતની નીતિ નિર્ધારક જનપ્રતિનિધિઓના આ સભા એક રીતે લોકતાંત્રિક પરંપરાઓમાં અનોખી છે. દુનિયાના ઇતિહાસમાં પ્રજાનો અવાજ રજૂ કરતા જનપ્રતિનિધિઓ જ્યારે એક સાથે સંકલ્પ કરે છે ત્યારે તેના અદ્વિતીય પરિણામો મળ્યા છે. આ પ્રસંગે ‘સ્વર્ણિમ ગુજરાત સંસદીય સ્મૃતિકા- ૨૦૧૦’ પુસ્તકનું રાજ્યપાલ ડો. કમલાજીએ વિમોચન કર્યું હતું

Thursday, December 24, 2009

ચાઇનીઝ દોરી ઉપર ગુજરાતમાં પ્રતિબંધ



















Friday, Dec 25th, 2009, 3:51 am [IST]

ચાઇનીઝ દોરી ઉપર ગુજરાતમાં પ્રતિબંધ
Gautam Purohit

ગુજરાતમાં ઉત્તરાયણનો માહોલ છવાયા પહેલાં પતંગ માટે વાપરવામાં આવતી ચાઇનીઝ દોરીએ રાહદારી તેમજ વાહનચાલકોના ગળા કાપવાનું શરૂ કરતાં રાજ્ય સરકારે અગમચેતી વાપરીને આવી દોરી ઉપર રાજ્યવ્યાપી પ્રતબિંધ મૂકી દીધો છે. આ સાથે પરંપરાગત દોરી સિવાયની અન્ય પ્લાસ્ટીક દોરી ઉપર પણ બાન મૂકવામાં આવ્યો છે. પગંત અને દોરીની ખરીદી પહેલાં સરકારે વેપારીઓ અને પતંગ રસિયા નાગરિકોને આ ચેતવણી આપી છે.

ગુજરાતમાં ઉત્તરાયણની ખરીદી સામાન્યરીતે ડિસેમ્બરના અંત સમયમાં શરૂ થતી હોય છે. તૈયાર દોરીના રસિયાઓ હંમેશા પ્લાસ્ટીક અને ચાઇનીઝ દોરીનો આગ્રહ રાખતા હોવાથી તેઓ જાન્યુઆરીમાં ખરીદી કરે છે. અમદાવાદમાં ચાઇનીઝ દોરીએ અત્યાર જ લોકોના ગળા કાપવાનું શરૂ કરતાં જિલ્લા કલેકટર કચેરીએ અનેક રજુઆતો કરવામાં આવી છે.

રાજ્યની પોલીસને પણ આ પ્રકારની અનેક ફરિયાદો મળી છે. જીવલેણ સાબિત થતી ચાઇનીઝ દોરીના વપરાશ માટે શું કરવું તેની પળોજણ સરકારના વિભાગોમાં ચાલતી હતી. છેવટે રાજ્યના વન અને પયૉવરણ મંત્રાયલ તરફથી પ્રોટેકશન એકટની કલમ-૫ મુજબ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

વન અને પયૉવરણ વિભાગના અગ્રસચિવ ડો.એસ.કે.નંદાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. આ ઉત્સવ શોકમાં પલ્ટાઇ જાય નહીં તે માટે આ વિભાગે એક આદેશ કરીને એવું જાહેર કયું છે કે ચાઇનીઝ કે પ્લાસ્ટીકની દોરી વેચનાર કે રાખનાર વેપારી, આ દોરીનો ઉપયોગ કરનાર ગ્રાહક કે અન્ય વ્યક્તિ કે જેઓ ચાઇનીઝ દોરીનો કારોબાર કરતા હોય તેવા તમામ લોકો સામે પગલાં લઇ શકાશે.

પોલીસ અને કલેકટર કચેરીઓ તરફથી મળેલી રજુઆતના આધારે સમગ્ર ગુજરાતમાં ચાઇનીઝ અને પ્લાસ્ટીકની દોરી ઉપર પ્રતબિંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતબિંધ મેગ્નેટીક દોરી માટે પણ લાગુ પડશે. આ દોરીના કારણે વાહનચાલકો જ નહીંપક્ષીઓના પણ ગળા કપાય છે. વિભાગે મૂકેલા પ્રતબિંધનો અમલ ગુરુવારથી કરવામાં આવશે.

આ દોરીના ઉપયોગ બદલ કોઇપણ વ્યક્તિને દંડ અને સજા થઇ શકે છે. આ દોરીને ક્રાઇમ ગણી લેવામાં આવી છે તેથી પોલીસ ધરપકડ પણ કરી શકે છે.

ચાઇનીઝ દોરીમાં પોલીમર કન્ટેઇન હોવાથી તેમાં ઇલેકટ્રીસિટી પસાર થઇ શકે છે જે જીવલેણ સાબિત થાય છે. ઉત્તરાયણ પછી પણ વીજળીના તાર ઉપર લટકતી દોરી પક્ષીઓ માટે જોખમી બની શકે છે. આ તમામ બાબતોનો અભ્યાસ કરી રાજ્ય સરકારે ટ્રેડશિનલ દોરીના વપરાશ ઉપર ભાર મૂકયો છે. મેગ્નેટીક અસરવાળી દોરી અથવા મેગ્રેટીક પટ્ટી પણ પતંગના છેડે લગાવી શકાશે નહીં. રાજ્ય સરકારે પોલીસને આ પ્રતબિંધનો અમલ કરવા તમામ જગ્યાએ એલર્ટ કરી દીધી છે.









પંતગ ઉતારવા જતા માસૂમ ગંભીર રીતે દાઝ્યો
Mihir Bhatt, Ahmedabad

ઘાતક બની રહેલી ચાઇનીઝ દોરીની ચારે તરફ બુમરેંગ છે, ત્યારે હાઇ ટેન્શન વાયર પરથી લટકતી આવી એક દોરીને ખેંચવા જતા એક દસ વર્ષીય કિશોર ગંભીર રીતે દાઝતા તેને વા.સા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાંમાં વધુ એક બાળક અને યુવક દાઝયો હોવાનું પણ જાણવા મળ્યું છે.

સુત્રોનાં જણાવ્યા અનુસાર, ફતેવાડી ભાઠા વિસ્તારમાં રહેતા યુસુફખાન પઠાણ લાલદરવાજા ખાતે એએમટીએસ સ્ટોપ પર પાનનો ગલ્લો ધરાવે છે. સોમવારે સવારે યુસુફખાનની પત્ની ફેમીનાંબાનુની તબીયત ખરાબ હોઇ હોસ્પિટલ ગયા હતા. જયારે તેમનો મોટો પુત્ર મહમ્મદ અલી મદરેશાએથી ઘરે આવી રહ્યો હતો.

આ સમયે રસ્તામાંથી પસાર થતા એક હાઇ ટેન્શન વીજ વાયર પર પતંગ પડેલો જોઇ મહમ્મદ અલીએ તેની દોરી ખેંચી પતંગ ઉતારવા કોશીષ કરી હતી. મહમ્મદ અલીએ પતંગની દોરી પકડતાની સાથેજ તેનાં શરીર પર એક ઘાતક ધડાકો થયો હતો અને સુદબુધ ખોઇ મહમ્મદ અલી ફસડાઇ પડયો હતો.

હાઇ વોલ્ટેજને કારણે શરીર પર થયેલો ધડાકો એટલો મોટો હતો કે નજીકમાં ઉભેલા એક ત્રણ વર્ષનાં બાળક તથા એક પુરૂષ પણ દાઝી ગયા હતા. આ ઘટનાની જાણ થતાની સાથેજ સ્થાનીક લોકોએ ત્રણેણ જણાને હોસ્પિટલ ખસેડ્યાં હતા. જો કે ૯૦ ટકા જેટલા દાઝી ગયેલા મહમ્મદ અલીને વા.સા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જયાં ડોક્ટરઓ તેની સારવાર હાથ ધરી છે, બીજી તરફ અસલાલી પોલીસે પણ આ અંગે નોંધ લઇ તપાસ આદરી છે.









Sunday, Dec 20th, 2009, 2:38 am [IST]

ચાઇનીઝ દોરીના વપરાશ સામે અભિયાન છેડાયું
Bhaskar News, Ahmedabad

ખતરનાક એવી ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવા તેમ જ તેની ઉપર પ્રતિબંધ મૂકવાની માગણી ઉગ્ર બની છે. ઝુંડાલની સ્વામિનારાયણ સંસ્કાર કોલેજના વિધાર્થીઓએ ચાઇનીઝ દોરી ન વાપરવાના સોગંદ લીધા છે અને પોતાની સોસાયટીઓમાં પણ તે ન વપરાય તે માટે અભિયાન ચલાવવાનું પણ નક્કી કર્યું છે.

ચાઇનીઝ દોરીની ખતરનાક અસરો પ્રત્યે અમદાવાદ શહેર જાગૃત બની રહ્યું છે. ચાંદખેડા- ગાંધીનગર રોડ ઉપર ઝુંડાલ ખાતે આવેલી શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ફાર્મસી કોલેજના વિધાર્થીઓ અને પ્રાઘ્યાપકોએ ચાઇનીઝ દોરી ન વાપરવાનો નિર્ણય લીધો છે.

એટલું જ નહીં તેઓએ પોતપોતાની સોસાયટીમાં ચાઇનીઝ દોરી ન વાપરવાનું અભિયાન પણ છેડવાનું નક્કી કર્યું છે. બીજી બાજુ લાલ દરવાજા ખાતે પતંગ અને દોરીના વેપારી રાજુ ઉસ્તાદ બરેલીવાળાએ એક મોટું હોર્ડિંગ લગાવીને ચાઇનીઝ દોરી મામલે લોકોને ચેતવ્યા છે.

‘દિવ્ય ભાસ્કરે’ ચાઇનીઝ દોરી સામે શરૂ કરેલા જનજાગતિ અભિયાનને દિવસે દિવસે જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓ, વેપારીઓ, જીવદયા અને પર્યાવરણ પ્રેમીઓએ ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી. શનિવારે બપોરે ઝુંડાલની શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ફાર્મસી કોલેજના ૨૬૦ વિધાર્થીએ જીવલેણ ચાઇનીઝ દોરી પ્રત્યે પોતાનો રોષ ઠાલવ્યો હતો. કોલેજના પ્રટાગણમાં પ્રાઘ્યાપકો અને વિધાર્થીઓએ ચાઇનીઝ દોરી ન વાપરવાના શપથ લીધા હતા.

કોલેજના પ્રિન્સિપાલ રાજુભાઇ ડાંગરે જણાવ્યું હતું કે, ‘ માનવી અને પક્ષીઓના જીવ લેતી ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ મૂકવો જોઇએ. ઉત્તરાયણમાં અસંખ્ય અબોલ જીવો આ દોરીનો શિકાર બને છે. ચાઇનીઝ દોરીમાં નાઇલોનનો ઉપયોગ થતો હોય તે પર્યાવરણ માટે પણ જોખમી છે.’

ચાઇનીઝ દોરીમાં બાઇન્ડર નામનો પદાર્થ હોય છે. જે અસ્ત્રા જેવું કામ કરે છે. જયારે તે માણસના શરીર ઉપર ઘસાય ત્યારે ચામડી ચીરી નાખે છે. બીફાર્મના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ધવલ પટેલ અને ચેતન મિસણે ચાઇનીઝ દોરી પ્રત્યે પોતાની ઉગ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, ‘ દેશને નુકસાન કરે તેવા વિદેશી માલ-સામાન અમને ન ખપે. ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકી દો.’ ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાનું છોડી તેઓ પક્ષી બચાવવાનું કામ કરશે. બીજા એક વિધાર્થી અંકિત પટેલે જણાવ્યું હતું કે, ‘ અમારા મિત્ર મંડળમાં કોઇ ચાઇનીઝ દોરી ન વાપરે તેની કાળજી લઇશું.’

ચાઇનીઝ દોરીને ત્રાસવાદી સાથે સરખાવતું હોર્ડિંગ !

૨૫ વર્ષથી દોરીનો વેપાર કરતા રાજુ ઉસ્તાદ બરેલીવાળાએ એક નવતર પ્રયોગ અપનાવ્યો છે. તેમણે લાલ દરવાજા રોડ ઉપર ૬ ફૂટ લાંબું અને ૨૫ ફૂટ પહોળું એક હોર્ડિંગ મૂકયું છે. જેમાં ચાઇનીઝ દોરીને ત્રાસવાદી જેટલી ઘાતક ચીતરવામાં આવી છે. તેમણે કહે છે, ‘ ચાઇનીઝ દોરીના આગમન બાદ હવે ચિત્ર પલટાઇ ગયું છે. માટે ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ જરૂરી છે.’

Friday, November 13, 2009

‘દિવ્ય ભાસ્કર’ દુનિયાના સૌથી ઝડપી પ્રિન્ટિંગ મશીન પર છપાવાનું શરૂ








દિવ્ય ભાસ્કર’પ્રિન્ટ પ્લેનેટ આજે ગુજરાતને સમર્પિત કરાશે
Bhaskar News, Ahmedabad

- મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે : મુખ્ય અતિથિપદે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનપ્રધાન પ્રફુલ્લ પટેલ, વિશેષ અતિથિપદે વિધાનસભાના અઘ્યક્ષ અશોક ભટ્ટ, કેન્દ્રના રાજ્યકક્ષાના વીજપ્રધાન ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહેશે

હવે ગુજરાતી ભાષા દુનિયામાં શિરમોર થશે. આજથી પહેલીવાર ‘દિવ્ય ભાસ્કર’ દુનિયાના સૌથી ઝડપી પ્રિન્ટિંગ મશીન પર છપાવાનું શરૂ કરાશે. દિવ્ય ભાસ્કરના નવા અત્યાધુનિક પ્રિન્ટિંગ પ્રેસ ભાસ્કર પ્રિન્ટ પ્લેનેટનું મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વરદ્હસ્તે આજે શનિવારે સાંજે ઉદ્ઘાટન કરવામાં આવશે. ભાસ્કર જૂથે આ પ્રિન્ટ પ્લેનેટની સ્થાપના માટે અમદાવાદ પાસેના ચાંગોદરમાં ૨૨૧ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કર્યું છે.

શનિવારે સાંજે પાંચ વાગ્યે પ્રિન્ટ પ્લેનેટના વિશાળ સંકુલમાં યોજાનારા ભવ્ય સમારોહમાં ભાસ્કર પ્રિન્ટ પ્લેનેટનું ઉદ્ઘાટન થશે. આ સમારોહના મુખ્ય અતિથિપદે કેન્દ્રીય નાગરિક ઉયનપ્રધાન પ્રફુલ્લ પટેલ, વિશેષ અતિથિપદે વિધાનસભાના અઘ્યક્ષ અશોક ભટ્ટ તેમજ કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના વીજ પ્રધાન ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહેશે.

આ શુભ અવસરે ભાસ્કર જૂથ દ્વારા પ્રસ્તુત કોફી ટેબલ બુક મેકર્સ એન્ડ શેપર્સ ઓફ ગુજરાત ( ધ પાવર ૧૦૦ અંક-૨)નું વિમોચન કરાશે. નવા સ્થપાયેલો આ પ્લાન્ટ કલાકમાં ૨ લાખ ૫૫ હજાર કોપી છાપી શકે છે. કેબીએ પ્રિઝ્માની ઉત્પાદકતાને ઘ્યાનમાં રાખીને ભાસ્કર પ્રિન્ટ પ્લેનેટમાં ક્રેયૂઝે જર્મનીનું સૌથી ઝડપી સીટીપી મશીન પણ વસાવવામાં આવ્યું છે, જે કલાકની ૬૦૦ બ્રોડશીટ પ્લેટની ઝડપે પ્લેટ બનાવી શકે છે.

આ પ્લાન્ટની વામેક મેલરૂમ નામની સંપૂર્ણપણે સ્વયંસંચાલિત પેકગિં લાઇન અખબારની નકલોની ગણતરી કરે છે, બંડલ બનાવે છે, લેબલ લગાવે છે, પ્લાસ્ટિકના આવરણમાં લપેટે છે અને દોરી વડે બાંધીને રવાનગી માટે તૈયાર અખબારનાં બંડલ બનાવી આપે છે. આ સમગ્ર પ્રક્રિયા આપોઆપ જ થાય છે, જેમાં સહેજ પણ માનવીય સ્પર્શ થતો નથી.

‘દૈનિક ભાસ્કર’ પહેલેથી જ ભારતનું સૌથી વધુ વિકાસશીલ અખબાર જૂથ રહ્યું છે. હાલમાં અમદાવાદમાં દિવ્ય ભાસ્કર દ્વારા રોજ રાત્રે એક કરતાં વધુ મશીનો દ્વારા આશરે પાંચ લાખ કોપી છાપવામાં આવે છે. ડબલ વિડ્થના હાઇસ્પીડ મશીનોનો ઉપયોગ કરવાથી પ્રિન્ટિંગની ગુણવત્તામાં નોંધપાત્ર વદ્ધિ કરી શકાય તેમ છે. વધુમાં પ્રિન્ટિંગ મશીનની સંખ્યા ઘટવાથી પ્રિન્ટિંગથી પેકિંગ સુધીનું સંપૂર્ણ ઘટનાચક્ર કોઈ અંતરાય વિના એકધારી રીતે થશે.

ભાસ્કર જૂથ હંમેશાં નવા પરિવર્તનને સ્વીકારવા માટે તત્પર અને પડકારો ઉઠાવવા માટે તૈયાર રહે છે. જયારે હિન્દી ભાષાના પત્રકારો કોમ્પ્યુટર કેવું હોય તે પણ જાણતા નહોતા તેવા સમયે ૧૯૯૫માં ‘દૈનિક ભાસ્કરે’ પોતાના પત્રકારોને કોમ્પ્યુટરથી માહિતગાર કરીને નવી પહેલ કરી હતી.

ગૂગલ અને ગ્રાફિકલ ઇન્ટરનેટ હતા જ નહીં તેવા સમયે ભાસ્કરે ઇન્ટરનેટનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. પ્રાદેશિક ભાષાનાં અખબારોમાં રંગોનો પ્રારંભ કરનારું સૌપ્રથમ અખબાર પણ દૈનિક ભાસ્કર જ હતું. દૈનિક ભાસ્કર મેટ્રિક્સ તરીકે ઓળખાતી કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરે છે, જેના થકી વિશ્વના કોઈ પણ ખૂણે રહેલો દિવ્ય ભાસ્કરનો પત્રકાર પોતાની ભાષામાં કામ કરી શકે છે. ભારતમાં ગુજરાતી એકમાત્ર એવી પ્રાદેશિક ભાષા છે કે જેને આ પ્રિન્ટ પ્લેનેટનું ગૌરવ મળ્યું છે.

પ્રિન્ટ પ્લેનેટની મુખ્ય ખાસિયતો

- અતિઉચ્ચ ઉત્પાદન ક્ષમતા. પ્રત્યેક ફોલ્ડરની પ્રતિકલાક ૮૫,૦૦૦ કોપીની મુદ્રણ ક્ષમતા. કુલ ક્ષમતા ૨,૫૫,૦૦૦ કોપી/ પ્રતિકલાક.

- કલાકની ૬૦૦ બ્રોડશીટ પ્લેટની ઝડપે પ્લેટ બનાવી શકતું ક્રેયૂઝે જર્મનીનું સૌથી ઝડપી સીટીપી મશીન.- આ મશીન ૭૨ રંગીન પેજ છાપવાની ક્ષમતા ધરાવે છે.

- સંપૂર્ણપણે સ્વયંસંચાલિત. સંપૂર્ણ મશીન ઇન્ટરનેટના માઘ્યમથી જર્મનીસ્થિત કેબીએની મુખ્ય ઓફિસ સાથે જોડાયેલું છે, જેથી કોઈ ખામી સર્જાતાં જર્મન નિષ્ણાતો ત્યાં બેઠાં બેઠાં રિમોટ દ્વારા ઉકેલ લાવી શકે છે.

- કલર રજિસ્ટ્રેશન, વેબિંગ, ઇન્ક વોટર બેલેન્સ, રીલ ચેન્જની કામગીરીમાં સહેજ પણ માનવીય સ્પર્શ નહીં.- પ્રથમથી લઈ આખરી કોપી સુધી એકસમાન ગુણવત્તા.

- વામેક મેલરૂમ કે જે ફોલ્ડરમાંથી પ્રિન્ટેડ કોપી ઉઠાવી, સંપૂર્ણપણે ગણતરી કરેલું અને પેક થયેલા બંડલ તૈયાર કરે છે.

- ડબલ વિડ્થ સિંગલ સર્કમફેરન્સ પ્રકારનું મશીન હોવાના કારણે આ મશીન હાલની તુલનાએ બમણી ગતિએ બે ગણી વધુ કોપીનું મુદ્રણ કરે છે.

Tuesday, November 10, 2009

Postponed of Seminar on Industrial Automation

Dear Mr Dave,

Please note that the Seminar on Industrial Automation, has been postponed because of certain unavoidable Circumstances.

Hence the new dates will be informed to you soon.

Regards,Nida

-------------------------------------
Nida Faruqui
Executive
Confederation of Indian Industry
201-203, Abhishek Complex
Akshar Chowk, Old Padra Road
Vadodara- 390 020
Phone: 0265-6532016 / 17
Fax: 0265- 2327108

Forthcoming Events at Vadodara:

• Seminar on Bussiness Opportunities in Industrial Automation on 12 November.
• One Day Workshop on Winning Presentation Skills to be held on 14 November.
• One Day Workshop on GST held on 26 November.

Monday, November 9, 2009

Advanced Training Programme on ENERGY MANAGEMENT

Advanced Training Programme on ENERGY MANAGEMENT
0900 - 1730 hrs: Thursday: 3 December 2009: Hotel Express Residency: Vadodara

INTRODUCTION:
Energy conservation practices have acquired top priority, in the present context of acute power shortage and liberalization of economy. Industry needs to be aware of the latest trends in reducing energy costs, so as to be globally competitive. Some of the states like Gujarat, Punjab, Tamilnadu and Kerala have already made Energy Audit mandatory for all industrial establishments where maximum load exceeds 200 KVA.

To create and spread awareness on energy conservation in Indian Industry, the Energy Management Cell of CII has been organizing seminars and training programmes on Energy Conservation and audit at various industrial centers.

Against this backdrop, CII is organizing a one day advanced training program on Energy Management on 3 December 2009 at Hotel Express Residency, Alkapuri Society, Vadodara.

OBJECTIVE:
• To develop knowledge on techniques for effective energy management, which will result in reducing both thermal and electrical energy consumption.
• To highlight benefits of carrying out detailed energy audits
• To create in house skills on Energy Management tools like pumps, boilers compressors etc.
• To provide an opportunity for industry to reduce their costs and improve competitiveness.
• To sustain energy efficient culture at the work place.

CONTENT:
• Energy audit methodology • Motors
• Electrical Distribution • Centrifugal Pumps
• Air Compressors • Lighting
• Introduction & Concept of GBC

FACULTY:
Mr Dipesh Shah is the Head of Energy Management Cell of CII – WR. He has 15 years of hands on experience in the field of Energy Management & Conservation, Project Management, Detailed Engineering & Project Implementation, Engineering Maintenance, Process & Yield Monitoring. He has been involved in both national & international projects on energy conservation, management. He has trained more than 250 companies in efficient energy management and also has been involved in policy work with state Government. He is also a certified Energy Auditor of Bureau of Energy Efficiency – Govt of India.

TARGET AUDIENCE:
Top-level managers, Maintenance Engineers, Operation/Production Managers, Energy Consultants, Energy Auditors, Energy Managers, Supervisors etc. from all range of manufacturing and process industries.

REGISTRATION DETAILS:
• CII Members: Rs 3000/- (inclusive of service tax)
• Non Members: Rs 4000/- (inclusive of service tax)

The delegate fee should be in the form of a DD/Cheque in favour of “Confederation of Indian Industry” payable at Vadodara. You may kindly confirm your nomination by returning the attached Reply Form, duly filled-in. Kindly ensure that the delegate fee is received prior to the workshop. Also note that the workshop is designed for a maximum of 35 delegates, so that there can be greater one to one discussion. The registration is on first-come-first-serve basis. Prior registration is a must and there will be no spot-registration.

I am writing to request you to take advantage of the workshop by nominating representatives from your organization. I am sure that your participation and that of your colleagues would surely be of great benefit.

Look forward to receiving your positive response.
Yours Sincerely,

Dibyajyoti Bhuyan
Head, Vadodara Zonal Office
Encl: a) Program Agenda
b) Reply Form
c) Note on EMC

For Registration and further details, contact:

Dhanya Pillai
Executive
Confederation of Indian Industry
201-203, Abhishek Complex
Akshar Chowk, Old Padra Road
Vadodara- 390 020Phone: 0265-6532016 / 17Fax: 0265- 2327108

 
Bloggapedia, Blog Directory - Find It! Directory of Poetry Blogs India Counts Add My Site Directory Blog Directory Literature blogs Top Blogs Blog Directory Poetry Blogs - BlogCatalog Blog Directory Hindi blogs directory, Chitthalok Easy Seek-Free Search All-Blogs.net directory Blog Directory Add to Bloglines

B R E A K the Language Barrier - Read in your own script Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam

See This site in Hindi Add My Site Directory