હું
એક એવા વર્તુળના
કેન્દ્ર પર ઊભો છું
જેની ત્રિજ્યા
તારી અને મારી વચ્ચેના અંતર કરતાં
ઓછી છે.
તું
એક એવા વર્તુળના
કેન્દ્ર પર ઊભી છે
જે
મારા વર્તુળને ક્યાંય છેદતું નથી,
છતાં
આપણે બંને વર્તુળો છીએ,
સરખા લક્ષણો ધરાવતા
સંપૂર્ણ ભૌમિતિક આકારો,
જેને
કેન્દ્ર અને પરિઘ સિવાય
પોતાનું કશું નથી.
આપનું સ્વાગત છે -
Powered by IP2Location.com
Showing posts with label kavita. Show all posts
Showing posts with label kavita. Show all posts
Monday, November 26, 2007
વર્તુળ
Saturday, November 17, 2007
મારી આસપાસ હો ...
તું દૂર હો કે પાસ હો
પણ મારી આસપાસ હો
મારો ફોટો જોઊં ત્યાં
તારો મને આભાસ હો
ડાયરીના પાના વચાળે
દબાવેલ સુવાસ હો
હથેળીયું માં શ્વાસ હો
ટેરવા પર આશ હો
તું ભલે રહી બધે
ક્યાં મારી આસપાસ છો ?
Thursday, November 15, 2007
આ અજનબી શહેર માં
આ અજનબી શહેર માં ...
કોણ લઈ આવ્યું મને આ અજનબી શહેર માં
કોણ લઈ આવ્યું મને આ તરકટી શહેર માં.
પાંખો વેચાય છે બધે, ' નકલ થી સાવધાન ! '
ઊડવાને ય છે સજા આ અજનબી શહેર માં.
શક્ય છે કે તેની ગલીમાં ભૂલા પડાયે પણ,
આંગળીમાં છે કપટ આ અજનબી શહેર માં.
એ બધું રહસ્ય છે, ભલે પડદો રહ્યો તેના પરે,
પુછવાની ય છે મના આ અજનબી શહેર માં.
રહસ્યમય વાતાવરણ ઘુમરાય ચારેકોર,
જાસૂસ છે ગલી હરેક આ અજનબી શહેર માં.
બોલવું ય ગુનો છે, ખબરદાર બોલ્યા તો ?
જીભ પર રાખો લગામ, આ અજનબી શહેર માં.
હું હવે ઘુંટાઉં છું, કોઇ તો કાઢો મને
શહેરની હદ બહાર, આ અજનબી શહેર માં.
Subscribe to:
Posts (Atom)
Easy Seek-Free Search
All-Blogs.net directory
Blog Directory
Add to Bloglines