આપનું સ્વાગત છે -
Powered by IP2Location.com
Thursday, November 27, 2008
વોટ આપવા માટેની તારીખ લંબાવાઇ ... ફરી એકવાર વિનંતી ...
Posted by Vijaykumar Dave at 10:21 PM
Friday, November 21, 2008
આપ સર્વેનો આભાર / THANK YOU VERY MUCH ...
Posted by Vijaykumar Dave at 2:58 PM
Tuesday, November 18, 2008
મારા બ્લોગ માટે આપનો મત ...
દ્વારા આયોજિત બ્લોગ કોન્ટેસ્ટમાં
મારા બ્લોગ http://gujaratikavitayen.blogspot.com/ ને
છેલ્લા ૧૫ બ્લોગમાં સ્થાન પ્રાપ્ત થયેલ છે.
ક્ષેત્રીય ભાષાની શ્રેણીમાં
આ એક ગુજરાતી બ્લોગ હોઇ
આપ http://www.hikanyakumari.com/ ની મુલાકાત લઈ
આપણાં ગુજરાતી બ્લોગ ને મહત્તમ વોટ મળે તે માટે
આપનો વોટ મારા બ્લોગ ને આપી
ગુજરાતનું ગૌરવ વધારી આભારી કરશો
વોટ આપવા માટે શક્ય હોય તો
FireFox Browser નો ઉપયોગ કરશો.
ધન્યવાદ.
Posted by Vijaykumar Dave at 12:23 AM
Friday, November 14, 2008
Blog Contest
Posted by Vijaykumar Dave at 2:06 PM Labels: contest, kanyakumari
Thursday, May 1, 2008
આભાર .... ૧૦૦૨ મુલાકાતીઓ નો ...
clustermaps.com સાઇટે નોંધ્યા ૧૦૦૨ મુલાકાતીઓ ...
આભાર આ ૧૦૦૨ મુલાકાતીઓનો....
Actual update frequency may vary: see notes below.
Running total of visits to the above URL since 15 Nov 2007: 1,002Total since archive, i.e. 15 Nov 2007 - present: 1,002
Posted by Vijaykumar Dave at 3:27 PM
Monday, January 21, 2008
તું, તારો સાથ, તારો સહવાસ
૧
ઢબૂરી દેતી ટાઢ અને
રેલાઇ રહેલા અંધકાર વચ્ચે
ચાંદની પ્રસરાવતો ચંદ્ર
જાણે
મારા અંધિયારા જીવનમાં
પ્રકાશ અને હૂંફ આપતો સૂર્ય
એટલે
તું.
૨.
ભર વરસાદે પલળવાથી બચવા
એક છાપરા નીચે લીધેલ આશરો
અને
મારા જીવનની તડકી-છાંયડી વચ્ચે
તારા ખભા પર માથુ ઢાળી દેતાંક ને
મળેલ વિસામો
એટલે
તારો સાથ.
૩.
એક અજાણ જંગલમાં
રાહ ભુલેલા પ્રવાસીને
અચાનક મળી આવેલ ભોમિયો
અને
મારા ખભે ખભા મિલાવી
મારા દુ:ખ સુખમાં સહભાગી થવા
ઇશ્વરે લંબાવેલ હાથ
એટલે
તારો સહવાસ.
Wednesday, January 16, 2008
ક્ષણિકાઓ
૧.
અનરાધારે તું વરસે ને
હું સાવ કોરો ભઠ્ઠ . . .
બારમાસી ફૂલ તું ને
હું પાનખરનો મઠ . . .
કંઇ ખખડેને હું ભડકી જાઊં
ફંફોસી લઊં ચાદર
અને
મળે છે વાળેલી
એક ગાંઠ
સપનાની મને . . .
૨.
હવે તો ટપાલમાંથી કંઈપણ સરકી શકે છે,
કોઇ પણ સરકી શકે છે.
અને તું તેમાંય
ચૂંટી ખણી શકે છે -
હું અદૃશ્ય -
અને ટપાલમાંથી સરી પડેલા
શબ્દો ઉપર જઈ બેસે છે
મારા અસ્તિત્વની રાખ.
હું પાંગળો .
૩.
હું ભરનિંદ્રા મહીંયે જાગતો રહ્યો
બની સ્વપ્ન વેરણ - છેરણ
કાચ ઉછાળતો રહ્યો -
હતો એ આયનો ને મારૂં જ રૂપ,
શી ખબર મને ?
આવું થયું ન'તું કદી
તારા ગયા પહેલાં . . .
Posted by Vijaykumar Dave at 12:00 AM
Easy Seek-Free Search
All-Blogs.net directory
Blog Directory
Add to Bloglines