આપનું સ્વાગત છે -


Powered by IP2Location.com

Tuesday, May 26, 2009

Divya Bhasker News - વૃદ્ધ મા-બાપને તરછોડનારા સંતાનો દંડાશે

વૃદ્ધ મા-બાપને તરછોડનારા સંતાનો દંડાશે

Bhaskar News, GandhinagarWednesday, May 27, 2009 02:29 [IST]


- માતા-પિતાના ભરણપોષણ પેટે હવે સંતાનોને મહિને રૂપિયા ૫,૦૦૦ ચૂકવવા પડશે

રાજયમાં વૃદ્ધ માતા-પિતા અને સિનિયર સિટિઝનની સેવા કરવાને બદલે તેમને તરછોડી દેનાર સંતાનો સામે સરકારે લાલ આંખ કરવાનો નિર્ણય કર્યો છે. હવે આવાં સંતાનો સામે સરકારે કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે.

પાછલી ઉમરે તરછોડનાર સંતાનો સામે મા-બાપ સરકારે રચેલી ટ્રિબ્યુનલમાં જશે તો સંતાનોને તેમનાં મા-બાપને પ્રતિમાસ પાંચ હજાર રૂપિયા ભરણપોષણ પેટે ચૂકવવા પડશે. આ ઉપરાંત ગુજરાત સરકારે નિરાધાર વૃદ્ધો તથા સિનિયર સિટિઝનોને સાચવવા માટે પ્રત્યેક જિલ્લામાં વૃદ્ધાશ્રમ શરૂ કરવાનો પણ નિર્ણય કર્યો છે.

સત્તાવાર માહિતી અનુસાર રાજય સરકારે ગુજરાત મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટસ એન્ડ સિનિયર સિટિઝન રૂલ્સ, ૨૦૦૯ની રચના કરી તેને અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે. નોંધનીય છે કે અગાઉ કેન્દ્ર સરકાર વર્ષ ૨૦૦૭માં આ અંગેનો એક કાયદો બનાવ્યો હતો અને તેના અમલ માટે તમામ રાજય સરકારોને તાકીદ કરી હતી.

દરમિયાનમાં ગુજરાત સરકારે ૧૯મી ઓકટોબર, ૨૦૦૮ના રોજ આ કાયદાના અમલ માટે સૈદ્ધાંતિક સ્વીકાર કર્યોહતો તથા ત્યારબાદ ૧૯મી મે, ૨૦૦૯ના રોજ રાજયના સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગના ગેઝેટમાં તે પ્રસિદ્ધ કરાવ્યો હતો. અત્યાર સુધીમાં દેશના રાજસ્થાન, મઘ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કેરળ, નાગાલેન્ડ, કણાટર્ક, ઝારખંડ, ત્રિપુરા, દિલ્હી, ઓરિસ્સા જેવાં ૧૧ રાજયોએ અમલ શરૂ કરી દીધો છે. ગુજરાત ૧૨મું રાજય છે.

જાણવા મળ્યા મુજબ આ કાયદા અનુસાર વૃદ્ધ માતા-પિતા અને સિનિયર સિટિઝન તેમની સેવા ન કરનાર પોતાના જ સંતાનો વિરુદ્ધ પગલાં હાથ ધરી શકશે અને પોતાના ભરણપોષણ માટે દાવો કરી શકશે. આ માટે રાજયના દરેક જિલ્લામાં ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારીના વડપણ હેઠળ ટ્રિબ્યુનલની રચના કરવામાં આવશે. તેના વડા દ્વારા સંતાનો સામે તપાસના આદેશો આપી શકાશે અને આવી તપાસ દરમિયાન જો માતા-પિતાનો દાવો સાચો નીકળશે. તો દોષિત સંતાનોએ પોતાનાં મા-બાપના ભરણપોષણની જવાબદારી સ્વીકારવી પડશે તથા દરેક મહિને આ માટે પાંચ હજાર રૂપિયા ચૂકવવા પડશે.

આ અંગે સમાજકલ્યાણ વિભાગના જિલ્લા કક્ષાના અધિકારીને જવાબદારી પણ સોંપવાનું નક્કી કરાયું છે. દોષિત સંતાનો દ્વારા ચૂકવવા પાત્ર ભરણપોષણની રકમમાં રાજય સરકાર દ્વારા સમયાંતરે ફેરફાર કરવામાં આવશે.

ગુજરાત રાજય મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટસ એન્ડ સિનિયર સિટિઝન રૂલ્સ-૨૦૦૯ હેઠળ રાજય સરકાર દ્વારા પ્રત્યેક જિલ્લામાં વૃદ્ધાશ્રમ ખોલવામાં આવશે. જયાં નિરાધાર વૃદ્ધો તથા માતા-પિતાને આશ્રમ આપવામાં આવશે. ટિ્રબ્યુનલ દ્વારા સંતાનો વિરુદ્ધ અપાયેલા ચુકાદા મુજબ વૃદ્ધો તથા માતા-પિતાને કપડાં, ખોરાક, આશ્રમ અને દવાના ખર્ચ પેટે દવાની રકમ ચૂકવવી પડશે.

આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવશે. જયારે સરકારના અલગઅલગ વિભાગ દ્વારા ચલાવતી વિવિધ સેવાઓનો પણ લાભ અપાશે. સરકાર દ્વારા ગેઝેટમાં ટ્રિબ્યુનલોને સિવિલ કોટર્ની સત્તા આપવામાં આવી છે. તેના ચુકાદાને માત્રને માત્ર જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ જ પડકારી શકાશે. કેમ કે તેમને એપેલેટ તરીકે નીમવામાં આવશે. આમ રાજય સરકારે વૃદ્ધો તથા માતા-પિતાની પાછલી ઉમરે સેવા ન કરનાર સંતાનો વિરુદ્ધ હવે કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે.

રાજય સરકારના નિર્ણય

- મા-બાપ, વૃદ્ધોને નહીં સાચવનાર સામે ફરિયાદ થઈ શકશે.

- ડેપ્યુટી કલેકટરોને અઘ્યક્ષ સ્થાને ટ્રિબ્યુનલો રચાશે

- દાવા માટે તપાસ અધિકારી નિમાશે

- સંતાનોને કપડાં, ખોરાક, દવા, આશ્રયની જવાબદારી સ્વીકારવી પડશે નહીં તો ભરણપોષણ પેટે પ્રતિમાસ પાંચ હજાર રૂપિયા ચૂકવવા પડશે.

- ટ્રિબ્યુનલને સિવિલ કોર્ટની સત્તા અપાશે, તેના ચુકાદાને માત્ર જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ પડકારી શકાશે

- જિલ્લા મેજિસ્ટ્રેટને એપેલેટ તરીકે નિમાશે- ૨૦૦૭માં કેન્દ્ર સરકારે કાયદો બનાવ્યો હતો તેનો અમલ કરનાર ગુજરાત ૧૨ મુ રાજય બનશે.

- દરેક જિલ્લામાં સરકારના વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધો તથા તરછોડાયેલાં મા-બાપને સચવાશે, આરોગ્યલક્ષી સેવા, સરકારના અલગ અલગ વિભાગની સેવાઓ પણ અપાશે.

 
Bloggapedia, Blog Directory - Find It! Directory of Poetry Blogs India Counts Add My Site Directory Blog Directory Literature blogs Top Blogs Blog Directory Poetry Blogs - BlogCatalog Blog Directory Hindi blogs directory, Chitthalok Easy Seek-Free Search All-Blogs.net directory Blog Directory Add to Bloglines

B R E A K the Language Barrier - Read in your own script Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam

See This site in Hindi Add My Site Directory