આપનું સ્વાગત છે -


Powered by IP2Location.com

Saturday, December 6, 2008

આભાર ... આભાર ... આભાર ...

http://www.hikanyakumari.com/ દ્વારા આયોજિત INDIAN BLOG CONTEST માં Regional Language શ્રેણીમાં વિજેતા બનાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.



http://www.hikanyakumari.com/ સાઇટ પર કરવામાં આવેલ જાહેરાત મુજબ મારા આ બ્લોગ ને ક્ષેત્રિય ભાષાની શ્રેણીમાં પ્રથમ વિજેતા જાહેર કરવામાં આવેલ છે.



આનું શ્રેય માત્ર અને માત્ર આપને જાય છે ... આપનો ખૂબ ખૂબ આભાર ...





Winners of Great Indian Blog Contest


First Prize (Ist English): http://magicalharsh.wordpress.com (35.54% votes)Two days accommodation with food in the resort Indian Hermitage (12 km from Kanyakumari) for a couple - Worth Rs. 10,000


First prize (Ist Regional Language): http://gujaratikavitayen.blogspot.com/ (46.71% votes) Two days accommodation with food in the resort Indian Hermitage (12 km from Kanyakumari) for a couple - Worth Rs. 10,000




Second Prize (English): http://alakananda.blogspot.com (29.97% votes)Two days accommodation in New Cape Hotel, Kanyakumari + Kanyakumari site seeing for a couple - Worth Rs. 4500




ધન્યવાદ ... આભાર ... શુક્રિયા ...




આપનો,




વિજયકુમાર દવે

Thursday, November 27, 2008

વોટ આપવા માટેની તારીખ લંબાવાઇ ... ફરી એકવાર વિનંતી ...

એક અનપેક્ષિત નિર્ણય ...

વોટ આપવા માટેની તારીખ ૦૪ ડિસેમ્બર સુધી લંબાવાઇ છે ....
આપ સર્વેએ જે ઊમળકાભેર વોટિંગ કરેલ છે,
તેને હજી તારીખ ૦૪ ડિસેમ્બર સુધી ચાલુ રાખવા
આપ સર્વેને ફરી એકવાર મારે વિનંતી કરવી પડી રહી છે.
આપના સતત સહયોગની અપેક્ષા સહ ....
વોટ આપવા માટે FireFox Browser નો ઊપયોગ કરશો.
વોટ આપવા માટે આ લિંક પર ક્લિક કરો.
In an unexpected move, Hi Kanyakumari site has decided
to extend date to vote upto 04th December, 2008.
You all have whole heartedly supported to keep me
in lead position.
The decision has forced me to request you again
to vote for me.
Hope you will extend your continuous support ....
To vote, use FireFox Browser.
To vote, click here http://www.hikanyakumari.com/ .
આપનો / Yours,
વિજયકુમાર દવે / Vijaykumar Dave.

Friday, November 21, 2008

આપ સર્વેનો આભાર / THANK YOU VERY MUCH ...

મારી વ્યક્તિગત અને જાહેર વિનંતીને પ્રબળ પ્રતિસાદ આપી મારા બ્લોગને આપનો મત આપવા બદલ સર્વે બ્લોગ મુલાકાતીઓનો ખુબ ખુબ આભાર ...
હજુ પણ વધુ મતો આપી આભારી કરશો તેવી અપેક્ષા ...
THANKS TO ALL VISITERS WHO HAVE VOTED FOR MY BLOG GIVING RESPONSE TO MY PERSONAL AND PUBLIC REQUEST .
HOPE YOU WILL SHOWER MORE AND MORE VOTES TO MY BLOG.
- VIJAYKUMAR DAVE -

Tuesday, November 18, 2008

મારા બ્લોગ માટે આપનો મત ...

http://www.hikanyakumari.com/
દ્વારા આયોજિત બ્લોગ કોન્ટેસ્ટમાં
મારા બ્લોગ
http://gujaratikavitayen.blogspot.com/ ને
છેલ્લા ૧૫ બ્લોગમાં સ્થાન પ્રાપ્ત થયેલ છે.

ક્ષેત્રીય ભાષાની શ્રેણીમાં
આ એક ગુજરાતી બ્લોગ હોઇ
આપ
http://www.hikanyakumari.com/ ની મુલાકાત લઈ
આપણાં ગુજરાતી બ્લોગ ને મહત્તમ વોટ મળે તે માટે
આપનો વોટ મારા બ્લોગ ને આપી
ગુજરાતનું ગૌરવ વધારી આભારી કરશો
તેવી આપ સર્વેને નમ્ર અનુરોધ સહ અપેક્ષા રાખું છું.

વોટ આપવા માટે શક્ય હોય તો

FireFox Browser નો ઉપયોગ કરશો.



ધન્યવાદ.

Friday, November 14, 2008

Blog Contest

On the occasion of Kanyakumari's 53rd birthday,
hikanyakumari.com announces Rs.25,000 worth Blog Contest.
Send them your blog details
and
participate in the Rs.25,000 worth Blog Contest.
****
One User can submit only one blog / language.
****

Thursday, May 1, 2008

આભાર .... ૧૦૦૨ મુલાકાતીઓ નો ...

clustermaps.com સાઇટે નોંધ્યા ૧૦૦૨ મુલાકાતીઓ ...

આભાર આ ૧૦૦૨ મુલાકાતીઓનો....


The above map depicts: 978 visits from 15 Nov 2007 to 20 Apr 2008This map is normally updated daily (latest: 2008-04-20 05:09:35 GMT)
Actual update frequency may vary: see notes below.
Running total of visits to the above URL since 15 Nov 2007: 1,002Total since archive, i.e. 15 Nov 2007 - present: 1,002

Monday, January 21, 2008

તું, તારો સાથ, તારો સહવાસ



ઢબૂરી દેતી ટાઢ અને
રેલાઇ રહેલા અંધકાર વચ્ચે
ચાંદની પ્રસરાવતો ચંદ્ર
જાણે
મારા અંધિયારા જીવનમાં
પ્રકાશ અને હૂંફ આપતો સૂર્ય
એટલે
તું.


૨.

ભર વરસાદે પલળવાથી બચવા
એક છાપરા નીચે લીધેલ આશરો
અને
મારા જીવનની તડકી-છાંયડી વચ્ચે
તારા ખભા પર માથુ ઢાળી દેતાંક ને
મળેલ વિસામો
એટલે
તારો સાથ.

૩.

એક અજાણ જંગલમાં
રાહ ભુલેલા પ્રવાસીને
અચાનક મળી આવેલ ભોમિયો
અને
મારા ખભે ખભા મિલાવી
મારા દુ:ખ સુખમાં સહભાગી થવા
ઇશ્વરે લંબાવેલ હાથ
એટલે
તારો સહવાસ.

Wednesday, January 16, 2008

ક્ષણિકાઓ

૧.

અનરાધારે તું વરસે ને
હું સાવ કોરો ભઠ્ઠ . . .
બારમાસી ફૂલ તું ને
હું પાનખરનો મઠ . . .

કંઇ ખખડેને હું ભડકી જાઊં
ફંફોસી લઊં ચાદર
અને
મળે છે વાળેલી
એક ગાંઠ
સપનાની મને . . .

૨.

હવે તો ટપાલમાંથી કંઈપણ સરકી શકે છે,
કોઇ પણ સરકી શકે છે.
અને તું તેમાંય
ચૂંટી ખણી શકે છે -
હું અદૃશ્ય -
અને ટપાલમાંથી સરી પડેલા
શબ્દો ઉપર જઈ બેસે છે
મારા અસ્તિત્વની રાખ.

હું પાંગળો .


૩.

હું ભરનિંદ્રા મહીંયે જાગતો રહ્યો

બની સ્વપ્ન વેરણ - છેરણ
કાચ ઉછાળતો રહ્યો -
હતો એ આયનો ને મારૂં જ રૂપ,
શી ખબર મને ?

આવું થયું ન'તું કદી
તારા ગયા પહેલાં . . .

 
Bloggapedia, Blog Directory - Find It! Directory of Poetry Blogs India Counts Add My Site Directory Blog Directory Literature blogs Top Blogs Blog Directory Poetry Blogs - BlogCatalog Blog Directory Hindi blogs directory, Chitthalok Easy Seek-Free Search All-Blogs.net directory Blog Directory Add to Bloglines

B R E A K the Language Barrier - Read in your own script Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam

See This site in Hindi Add My Site Directory