1st of May, Foundation Day of Gujarat: A Celebration of Swarnim Gujarat
1. May 2010 00:05
Celebrating 50 golden years of progressive journey of Gujarat
પ્રિય મિત્રો,
આજે પહેલી મે
ગુજરાતનો સ્થાપના દિવસ.
ગુજરાતીઓની ૫૦ વર્ષની અર્ધશતાબ્દીની પુરુષાર્થ યાત્રા.
ગુજરાતની સ્થાપના માટે અનેક આશાસ્પદ યુવાનોએ શહીદી વહોરી.
અનેક પેઢીઓએ ગુજરાતના વિકાસ માટે પોતાની જવાની ખપાવી દીધી.
દુષ્કાળ હોય, પુર હોય, વાવાઝોડુ હોય કે ભૂકંપ હોય આવી અનેક આફતોનો સામનો તો કર્યો જ અને દરેક વખતે આફતને અવસરમાં પલટાવી પણ દીધી.
ગુજરાતની વિકાસયાત્રા અનેકવાર રાજકીય ખટપટોની ભોગ પણ બની તો રાજકીય ઈચ્છા શકિતથી વિકાસની ગાડી પાટે પણ ચઢી, પૂરપાટ વેગે આગળ વધતી રહી છે.
ગરીબમાં ગરીબ માનવી હોય, ભણેલા હોય કે અભણ, શહેરી હોય કે ગ્રામિણ, પુરુષ હોય કે સ્ત્રી હોય, યુવાન હોય કે વડીલ હોય દરેકે દરેક ગુજરાતીએ ગુજરાતને આગળ ધપાવવામાં કંઈને કંઇ યોગદાન આપ્યું છે.
ગુજરાતને પ્રેમ કરનાર સહુનો નમ્રપણે ઙ્ગણ સ્વીકાર કરવાની આ પળ છે.
હું...
ગુજરાત માટે જીવનાર
ગુજરાત માટે ઝઝુમનાર
ગુજરાત માટે પુરૂષાર્થ કરનાર
સહુ કોઈનો
અંતઃકરણ પૂર્વક
ઋણ સ્વીકાર કરૂં છું.
જનતા જનાર્દન ઈશ્વરનું રૂપ છે। સ્વર્ણિમ જયંતિના પાવનપર્વે, જનતા જનાર્દન મને આશીર્વાદ આપે, વધુને વધુ શકિતથી, પરિશ્રમથી નિષ્ઠાપૂર્વક આપ સહુનો અદનો સાથી બનીને, હું આપની સેવામાં કાર્યરત રહું અને આપ સહુએ સોંપેલી જવાબદારીને સારી રીતે નિભાવું।
મા ગુર્જરીને વંદન
મા ભારતીને વંદન
જય જય ગરવી ગુજરાત
જય જય સ્વર્ણિમ ગુજરાત
http://www.narendramodi.com/ से साभार.

India Counts
Add My Site Directory
Blog Directory
Blog Directory
Easy Seek-Free Search
All-Blogs.net directory
Blog Directory
Add to Bloglines
2 comments:
મારું ગુજરાત હરદમ આગળ રહે તેવી અભ્યર્થના
Narendra Modi hero of Gujarat...
Visit my blog at http://nisargrami.wordpress.com/
Post a Comment