‘કૃષ્ણ માત્ર કલ્પના નથી’
Rajnambisan, Mumbai
Monday, August 31, 2009 03:34 [IST]
૫૦૦૦ વર્ષથી પણ અગાઉ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો
હિન્દુ પૌરાણિક કથાઓમાં વિર્ણત ભગવાન કૃષ્ણ કોરી કલ્પના નહીં, પરંતુ વાસ્તવિક વ્યક્તિત્વ હતું . બ્રિટનમાં વસી રહેલા મૂળ ભારતીય સંશોધક ખગોળીય ઘટના , ભાષા અને દંતકથાઓનો આધાર લઇને ઉપર મુજબ દાવો કર્યો છે.
બ્રિટનમાં પરમાણુ ઔષધોના તબીબ ડો. મનીષ પંડિતે કહ્યું છે કે ‘ મને હંમેશાં લાગતું હતું કે કૃષ્ણ એક કાલ્પનિક પાત્ર છે, ટેનેસીની મેફિસ યુનિ.ના ફિઝિક્સના પ્રોફેસર ડો. નરહરિ અચર દ્વારા ૨૦૦૪-૦૫માં થયેલા સંશોધનની વિગતો વાંચતા આશ્ચર્ય થયું.
ડો. અચરે ખગોળવિજ્ઞાનની મદદથી મહાભારતકાળની વિગત મેળવી છે. ત્યારબાદ મેં તારામંડળ સોફ્ટવેરની મદદથી અચરના સંશોધનોની ચકાસણી કરતાં તેમનાં તારણો સાચાં લાગ્યાં.
ડોકયુમેન્ટ્રીમાં આપ્યા પુરાવા
>>મહાભારતમાં આપવામાં આવેલા ૧૫૦ ખગોળીય વર્ણનોનો સંદર્ભ >>લુપ્ત થયેલી સરસ્વતીના પુરાવા
>>ગ્રીકના રાજા હેલિડોરસ દ્વારા કૃષ્ણ સન્માનિત થયાના પ્રાચીન પુરાવા
>>કૃષ્ણ-બલરામની તસવીરો ધરાવતા પૌરાણિક પુરાવા
>>પાણીમાં ડૂબેલી દ્વારકાની શોધ
>>દ્વારકામાં મળી મહોરો
કૃષ્ણ જન્મ : ઇ.સ.પૂર્વે ૩૧૧૨
પૂણેના ડો.પંડિતે પોતાની પ્રથમ દસ્તાવેજી ફિલ્મ ‘ કૃષ્ણ : હિસ્ટ્રી ઓર મિથ?’ માં જણાવ્યું છે કે કૌરવો અને પાંડવો વચ્ચે મહાભારતની લડાઇ ઇસ્વીસનપૂર્વે ૩૦૬૭માં થઇ હતી. તેમની ગણતરી મુજબ કૃષ્ણનો જન્મ ઇસ્વીસનપૂર્વે ૩૧૧૨માં થયો હતો. અર્થાત્ મહાભારત યુદ્ધ વખતે તેમની વય ૫૪-૫૫ વર્ષની હતી.
ખગોળ અને મહાભારત
ડો.પંડિતે કહ્યું હતું કે મહાભારતના વર્ણનમાં ૧૪૦થી વધુ ખગોળીય ઘટનાઓનું વર્ણન છે. આ ખગોળીય ઘટનાઓના વર્ણનના આધારે સંશોધન કરતાં મહાભારતકાળે આકાશ કેવું હતું તે આધારે નિષ્કર્ષ સુધી પહોંચ્યા છે કે ઇસ્વીસનપૂર્વે ૨૨ નવેમ્બર ૩૦૬૭ના રોજ મહાભારત યુદ્ધ શરૂ થયું હતું.
આપનું સ્વાગત છે -
Powered by IP2Location.com
Wednesday, September 2, 2009
Posted by Vijaykumar Dave at 1:18 PM
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment