સફળતા મેળવવા માટે ટીકાઓનો મક્કમતાથી સામનો કરો : શિવ ખેરા
સુરત, તા.૩૦
જીવનમાં સફળતા મેળવવા વ્યકિતએ ટીકાઓ વચ્ચે પણ ટકી રહી મક્કમતાથી આગળ વધવું જોઇએ- એમ વક્તા શિવ ખેરાએ એકશન, એટિટયુડ અને એકોમ્પ્લીશમેન્ટ વિષય પરના સેમિનારમાં જણાવ્યું હતું. ચેમ્બર ઓફ કોમર્સ તથા ઓરા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ‘યુ કેન વીન, એકશન, એટિટયુડ એન્ડ એકોમ્પ્લીશમેન્ટ ‘ વિષય પર સરદાર સ્મૃતિ ભવન ખાતે સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં મોટિવેશનલ સ્પીકર શિવ ખેરાએ સફળતાના મંત્રો તથા વિવિધ બાબતો પર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જીવનમાં કન્સ્ટ્રક્ટિવ ક્રિટીસીઝમની આવશ્યકતા દર્શાવી હતી. જે અંગે જણાવ્યું હતું કે વ્યકિતએ જીવનમાં ટીકાની પરવા કરવી જોઇએ નહિ. ટીકા બે પ્રકારની હોય છે. માણસને સુધારવા માટે વિવિધ સંજોગોમાં ઉપરી દ્વારા ટીકા કરવામાં આવતી હોય છે, પરંતુ ટીકા દવા જેવી છે, જેનો સપ્રમાણ ઉપયોગ થવો જોઇએ. વધુ ટીકા વ્યકિતના આત્મસન્માનને ઠેસ પહોંચાડી શકે છે. જયારે ઓછી ટીકા અસરકારક રહેતી નથી.
સારા કામોની પણ ટીકા થાય છે અને ખરાબ કામોની પણ ટીકા થાય છે. સામાન્ય રીતે નાસીપાસ થવાથી વ્યકિતની નિણર્ય ક્ષમતા ઘટે છે. જે બાબતને કેન્દ્રમાં રાખી વ્યકિતએ ટીકાઓથી નાસીપાસ થવાના સ્થાને શાંત મન રાખી મક્કમતાથી આગળ ધપવું જોઇએ.
દરેકે પોતાનું લક્ષ્ય નક્કી કરી આગોતરા આયોજન સાથે આગળ વધવું જોઇએ. કોઇપણ પ્રકારની હાર કે પછડાટથી નાસીપાસ થવાના સ્થાને છેવટ સુધી હાર માન્યા વિના આગળ ધપવાની જરૃર છે. વધુમાં તેમણે જણાવ્યંુ હતંુ કે, પેરેન્ટિંગ અને લીડરશિપ બે મહત્ત્વના ક્ષેત્રો છે. જેમાં વ્યકિતએ મહત્ત્વની ભૂમિકા ભજવવાની છે. પેરેન્ટિંગ અને લીડરશિપ બે ક્ષેત્રો કોઇ સ્પર્ધાના ક્ષેત્રો નથી.
વ્યકિતએ અત્યંત જવાબદારીપૂવર્ક આ ક્ષેત્રમાં ફરજ નિભાવવાની છે. પરિવાર તથા ઓફિસમાં શિસ્તના મૂલ્યોનું ઘણું મહત્ત્વ છે. સફળતા માટે પરિવારના દરેક સભ્યોમાં સારા મૂલ્યો તથા શિસ્તનું સિંચન થવું જરૃરી છે.
જીવનભર પોતાની જાતને જ છેતરી હોવાની કબૂલાત કરનાર ત્રણ ચોરના દ્રષ્ટાંત ટાંકી જણાવ્યું હતંુ કે જીવનના ક્ષેત્રોમાં પોતાના કામમાં દુર્લક્ષ સેવનાર તથા ઇમાનદારી અને પૂર્ણક્ષમતાના ઉપયોગ વિના કામ કરનાર વ્યકિત તેની જાત સાથે જ છેતરપિંડી કરે છે. આ પ્રકારની વ્યકિત સ્વયંને છેતરવા ઉપરાંત પરિવાર, દેશ સાથે પણ દ્રોહ કરી રહી છે.
કન્સ્ટ્રકિટવ ક્રિટીસીઝમની મહત્ત્વની ટીપ્સ
ટીકાની પરવા નહિ કરો
ટીકાઓમાંથી બોધ મેળવો, સ્પષ્ટ વાત કરો
વ્યકિતને નહિ તેની વર્તણૂક તથા ભૂલને ક્રિટીસાઇઝડ કરો
વ્યકિતની ટીકા કરવાથી આત્મસન્માનને ઠેસ પહોંચે છે, જે બાબતને કેન્દ્રમાં રાખી જે તે વ્યકિતની ભૂલના સંજોગોમાં વ્યકિતને જાહેરમાં કહેવાનું ટાળી અલગથી તેની ભૂલ સમજાવો
ભૂલ સુધારવા માટેના યોગ્ય ફાયદા દર્શાવો તથા ભૂલ નહિ સધારવાથી થનારા ગેરલાભ દર્શાવો
વ્યકિતને સુધારવા માટેની ટીકા ખપપૂરતી કરો અને તેની પાસેથી સમાધાન- ઉકેલ માગો
ટીકામાંથી બોધ મેળવો અને મક્કમતાથી આગળ વધો
આપનું સ્વાગત છે -
Powered by IP2Location.com
Sunday, August 30, 2009
સફળતા મેળવવા માટે ટીકાઓનો મક્કમતાથી સામનો કરો : શિવ ખેરા
Posted by Vijaykumar Dave at 2:56 PM
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment