મિત્રો,
આપની સમક્ષ ફરી એકવાર કવિ શ્રી સુરેન્દ્ર કડિયાની એક ગઝલ પ્રસ્તુત કરી રહ્યો છું. આમ તો મારા આગ્રહને વશ થઈ તેઓએ અન્ય છ કવિતાઓ પણ ઉપલબ્ધ કરાવી છે, જેને આપના રસાસ્વાદ માટે ટૂંક સમયમાં જ આપની સામે પ્રસ્તુત કરીશ.
લ્યો, તો ચાલો માણો નવનીત સમર્પણ સામયિકના દીપોત્સવી અંકમાં પ્રકાશિત થયેલ તેમની એક ગઝલ ...
આપના મંતવ્યો કોમેન્ટ સ્વરૂપે આપ આ પોસ્ટની નીચે આપેલ લીંક દ્વારા મૂકી શકો છો. આપ તેમને આ ગઝલ વિશેના આપના મંતવ્યો સીધા તેમના ઈમેલ s.kadiya@sbi.co.in પર પણ જણાવી શકો છો.
મળે તો ...
થઈ જવું ચોધાર, અનરાધાર, એવું સ્થળ મળે તો
પથ્થરોની પાર, પેલી પાર, ટીપું જળ મળે તો.
ઝાડ અથવા પહાડ નહિ પણ છે તમન્ના કે ઉપાડું
એક કીડીના સ્વપનનો ભાર, થોડું બળ મળે તો.
આ નથી વરસાદ, ઉપનિષદ બધાં વરસી પડ્યાં છે
મર્મ નિતારી જુઓ, નિતાર જો નિર્મળ મળે તો.
એજ નાટક, એજ પડદો, એજ વૃક્ષો, એ નદી છે
રાહ જોઉં – ચીતરેલાં નીર ખળ-ખળ-ખળ મળે તો.
થઈ જશે નિર્ભ્રાંત ચૌદે ચૌદ ભુવન એક પળમાં
જો મળે ગેબી, ગહન ગુફા અને ઝળહળ મળે તો.
સુરેન્દ્ર કડિયા
નવનીત દીપોત્સવી, ઓક્ટો-09, પૃષ્ઠ-95.
(તેમની રચનાઓ મારા બ્લોગ માટે ઉપલબ્ધ કરાવવા માટે શ્રી સુરેન્દ્ર કડિયાનો હું ઋણી છું.)
આપનું સ્વાગત છે -
Powered by IP2Location.com
Thursday, November 5, 2009
મળે તો ... - સુરેન્દ્ર કડિયા
Posted by Vijaykumar Dave at 11:56 AM
Subscribe to:
Post Comments (Atom)
India Counts
Add My Site Directory
Blog Directory
Blog Directory
Easy Seek-Free Search
All-Blogs.net directory
Blog Directory
Add to Bloglines
No comments:
Post a Comment