આપનું સ્વાગત છે -


Powered by IP2Location.com

Friday, November 13, 2009

‘દિવ્ય ભાસ્કર’ દુનિયાના સૌથી ઝડપી પ્રિન્ટિંગ મશીન પર છપાવાનું શરૂ








દિવ્ય ભાસ્કર’પ્રિન્ટ પ્લેનેટ આજે ગુજરાતને સમર્પિત કરાશે
Bhaskar News, Ahmedabad

- મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે : મુખ્ય અતિથિપદે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનપ્રધાન પ્રફુલ્લ પટેલ, વિશેષ અતિથિપદે વિધાનસભાના અઘ્યક્ષ અશોક ભટ્ટ, કેન્દ્રના રાજ્યકક્ષાના વીજપ્રધાન ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહેશે

હવે ગુજરાતી ભાષા દુનિયામાં શિરમોર થશે. આજથી પહેલીવાર ‘દિવ્ય ભાસ્કર’ દુનિયાના સૌથી ઝડપી પ્રિન્ટિંગ મશીન પર છપાવાનું શરૂ કરાશે. દિવ્ય ભાસ્કરના નવા અત્યાધુનિક પ્રિન્ટિંગ પ્રેસ ભાસ્કર પ્રિન્ટ પ્લેનેટનું મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વરદ્હસ્તે આજે શનિવારે સાંજે ઉદ્ઘાટન કરવામાં આવશે. ભાસ્કર જૂથે આ પ્રિન્ટ પ્લેનેટની સ્થાપના માટે અમદાવાદ પાસેના ચાંગોદરમાં ૨૨૧ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કર્યું છે.

શનિવારે સાંજે પાંચ વાગ્યે પ્રિન્ટ પ્લેનેટના વિશાળ સંકુલમાં યોજાનારા ભવ્ય સમારોહમાં ભાસ્કર પ્રિન્ટ પ્લેનેટનું ઉદ્ઘાટન થશે. આ સમારોહના મુખ્ય અતિથિપદે કેન્દ્રીય નાગરિક ઉયનપ્રધાન પ્રફુલ્લ પટેલ, વિશેષ અતિથિપદે વિધાનસભાના અઘ્યક્ષ અશોક ભટ્ટ તેમજ કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના વીજ પ્રધાન ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહેશે.

આ શુભ અવસરે ભાસ્કર જૂથ દ્વારા પ્રસ્તુત કોફી ટેબલ બુક મેકર્સ એન્ડ શેપર્સ ઓફ ગુજરાત ( ધ પાવર ૧૦૦ અંક-૨)નું વિમોચન કરાશે. નવા સ્થપાયેલો આ પ્લાન્ટ કલાકમાં ૨ લાખ ૫૫ હજાર કોપી છાપી શકે છે. કેબીએ પ્રિઝ્માની ઉત્પાદકતાને ઘ્યાનમાં રાખીને ભાસ્કર પ્રિન્ટ પ્લેનેટમાં ક્રેયૂઝે જર્મનીનું સૌથી ઝડપી સીટીપી મશીન પણ વસાવવામાં આવ્યું છે, જે કલાકની ૬૦૦ બ્રોડશીટ પ્લેટની ઝડપે પ્લેટ બનાવી શકે છે.

આ પ્લાન્ટની વામેક મેલરૂમ નામની સંપૂર્ણપણે સ્વયંસંચાલિત પેકગિં લાઇન અખબારની નકલોની ગણતરી કરે છે, બંડલ બનાવે છે, લેબલ લગાવે છે, પ્લાસ્ટિકના આવરણમાં લપેટે છે અને દોરી વડે બાંધીને રવાનગી માટે તૈયાર અખબારનાં બંડલ બનાવી આપે છે. આ સમગ્ર પ્રક્રિયા આપોઆપ જ થાય છે, જેમાં સહેજ પણ માનવીય સ્પર્શ થતો નથી.

‘દૈનિક ભાસ્કર’ પહેલેથી જ ભારતનું સૌથી વધુ વિકાસશીલ અખબાર જૂથ રહ્યું છે. હાલમાં અમદાવાદમાં દિવ્ય ભાસ્કર દ્વારા રોજ રાત્રે એક કરતાં વધુ મશીનો દ્વારા આશરે પાંચ લાખ કોપી છાપવામાં આવે છે. ડબલ વિડ્થના હાઇસ્પીડ મશીનોનો ઉપયોગ કરવાથી પ્રિન્ટિંગની ગુણવત્તામાં નોંધપાત્ર વદ્ધિ કરી શકાય તેમ છે. વધુમાં પ્રિન્ટિંગ મશીનની સંખ્યા ઘટવાથી પ્રિન્ટિંગથી પેકિંગ સુધીનું સંપૂર્ણ ઘટનાચક્ર કોઈ અંતરાય વિના એકધારી રીતે થશે.

ભાસ્કર જૂથ હંમેશાં નવા પરિવર્તનને સ્વીકારવા માટે તત્પર અને પડકારો ઉઠાવવા માટે તૈયાર રહે છે. જયારે હિન્દી ભાષાના પત્રકારો કોમ્પ્યુટર કેવું હોય તે પણ જાણતા નહોતા તેવા સમયે ૧૯૯૫માં ‘દૈનિક ભાસ્કરે’ પોતાના પત્રકારોને કોમ્પ્યુટરથી માહિતગાર કરીને નવી પહેલ કરી હતી.

ગૂગલ અને ગ્રાફિકલ ઇન્ટરનેટ હતા જ નહીં તેવા સમયે ભાસ્કરે ઇન્ટરનેટનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. પ્રાદેશિક ભાષાનાં અખબારોમાં રંગોનો પ્રારંભ કરનારું સૌપ્રથમ અખબાર પણ દૈનિક ભાસ્કર જ હતું. દૈનિક ભાસ્કર મેટ્રિક્સ તરીકે ઓળખાતી કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરે છે, જેના થકી વિશ્વના કોઈ પણ ખૂણે રહેલો દિવ્ય ભાસ્કરનો પત્રકાર પોતાની ભાષામાં કામ કરી શકે છે. ભારતમાં ગુજરાતી એકમાત્ર એવી પ્રાદેશિક ભાષા છે કે જેને આ પ્રિન્ટ પ્લેનેટનું ગૌરવ મળ્યું છે.

પ્રિન્ટ પ્લેનેટની મુખ્ય ખાસિયતો

- અતિઉચ્ચ ઉત્પાદન ક્ષમતા. પ્રત્યેક ફોલ્ડરની પ્રતિકલાક ૮૫,૦૦૦ કોપીની મુદ્રણ ક્ષમતા. કુલ ક્ષમતા ૨,૫૫,૦૦૦ કોપી/ પ્રતિકલાક.

- કલાકની ૬૦૦ બ્રોડશીટ પ્લેટની ઝડપે પ્લેટ બનાવી શકતું ક્રેયૂઝે જર્મનીનું સૌથી ઝડપી સીટીપી મશીન.- આ મશીન ૭૨ રંગીન પેજ છાપવાની ક્ષમતા ધરાવે છે.

- સંપૂર્ણપણે સ્વયંસંચાલિત. સંપૂર્ણ મશીન ઇન્ટરનેટના માઘ્યમથી જર્મનીસ્થિત કેબીએની મુખ્ય ઓફિસ સાથે જોડાયેલું છે, જેથી કોઈ ખામી સર્જાતાં જર્મન નિષ્ણાતો ત્યાં બેઠાં બેઠાં રિમોટ દ્વારા ઉકેલ લાવી શકે છે.

- કલર રજિસ્ટ્રેશન, વેબિંગ, ઇન્ક વોટર બેલેન્સ, રીલ ચેન્જની કામગીરીમાં સહેજ પણ માનવીય સ્પર્શ નહીં.- પ્રથમથી લઈ આખરી કોપી સુધી એકસમાન ગુણવત્તા.

- વામેક મેલરૂમ કે જે ફોલ્ડરમાંથી પ્રિન્ટેડ કોપી ઉઠાવી, સંપૂર્ણપણે ગણતરી કરેલું અને પેક થયેલા બંડલ તૈયાર કરે છે.

- ડબલ વિડ્થ સિંગલ સર્કમફેરન્સ પ્રકારનું મશીન હોવાના કારણે આ મશીન હાલની તુલનાએ બમણી ગતિએ બે ગણી વધુ કોપીનું મુદ્રણ કરે છે.

1 comment:

Unknown said...

Congratulations to DB team! With great tools, comes the responsibility of using them in better way, wish them the best for even better quality ahead!

 
Bloggapedia, Blog Directory - Find It! Directory of Poetry Blogs India Counts Add My Site Directory Blog Directory Literature blogs Top Blogs Blog Directory Poetry Blogs - BlogCatalog Blog Directory Hindi blogs directory, Chitthalok Easy Seek-Free Search All-Blogs.net directory Blog Directory Add to Bloglines

B R E A K the Language Barrier - Read in your own script Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam

See This site in Hindi Add My Site Directory