આપનું સ્વાગત છે -


Powered by IP2Location.com

Thursday, December 24, 2009

ચાઇનીઝ દોરી ઉપર ગુજરાતમાં પ્રતિબંધFriday, Dec 25th, 2009, 3:51 am [IST]

ચાઇનીઝ દોરી ઉપર ગુજરાતમાં પ્રતિબંધ
Gautam Purohit

ગુજરાતમાં ઉત્તરાયણનો માહોલ છવાયા પહેલાં પતંગ માટે વાપરવામાં આવતી ચાઇનીઝ દોરીએ રાહદારી તેમજ વાહનચાલકોના ગળા કાપવાનું શરૂ કરતાં રાજ્ય સરકારે અગમચેતી વાપરીને આવી દોરી ઉપર રાજ્યવ્યાપી પ્રતબિંધ મૂકી દીધો છે. આ સાથે પરંપરાગત દોરી સિવાયની અન્ય પ્લાસ્ટીક દોરી ઉપર પણ બાન મૂકવામાં આવ્યો છે. પગંત અને દોરીની ખરીદી પહેલાં સરકારે વેપારીઓ અને પતંગ રસિયા નાગરિકોને આ ચેતવણી આપી છે.

ગુજરાતમાં ઉત્તરાયણની ખરીદી સામાન્યરીતે ડિસેમ્બરના અંત સમયમાં શરૂ થતી હોય છે. તૈયાર દોરીના રસિયાઓ હંમેશા પ્લાસ્ટીક અને ચાઇનીઝ દોરીનો આગ્રહ રાખતા હોવાથી તેઓ જાન્યુઆરીમાં ખરીદી કરે છે. અમદાવાદમાં ચાઇનીઝ દોરીએ અત્યાર જ લોકોના ગળા કાપવાનું શરૂ કરતાં જિલ્લા કલેકટર કચેરીએ અનેક રજુઆતો કરવામાં આવી છે.

રાજ્યની પોલીસને પણ આ પ્રકારની અનેક ફરિયાદો મળી છે. જીવલેણ સાબિત થતી ચાઇનીઝ દોરીના વપરાશ માટે શું કરવું તેની પળોજણ સરકારના વિભાગોમાં ચાલતી હતી. છેવટે રાજ્યના વન અને પયૉવરણ મંત્રાયલ તરફથી પ્રોટેકશન એકટની કલમ-૫ મુજબ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

વન અને પયૉવરણ વિભાગના અગ્રસચિવ ડો.એસ.કે.નંદાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. આ ઉત્સવ શોકમાં પલ્ટાઇ જાય નહીં તે માટે આ વિભાગે એક આદેશ કરીને એવું જાહેર કયું છે કે ચાઇનીઝ કે પ્લાસ્ટીકની દોરી વેચનાર કે રાખનાર વેપારી, આ દોરીનો ઉપયોગ કરનાર ગ્રાહક કે અન્ય વ્યક્તિ કે જેઓ ચાઇનીઝ દોરીનો કારોબાર કરતા હોય તેવા તમામ લોકો સામે પગલાં લઇ શકાશે.

પોલીસ અને કલેકટર કચેરીઓ તરફથી મળેલી રજુઆતના આધારે સમગ્ર ગુજરાતમાં ચાઇનીઝ અને પ્લાસ્ટીકની દોરી ઉપર પ્રતબિંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતબિંધ મેગ્નેટીક દોરી માટે પણ લાગુ પડશે. આ દોરીના કારણે વાહનચાલકો જ નહીંપક્ષીઓના પણ ગળા કપાય છે. વિભાગે મૂકેલા પ્રતબિંધનો અમલ ગુરુવારથી કરવામાં આવશે.

આ દોરીના ઉપયોગ બદલ કોઇપણ વ્યક્તિને દંડ અને સજા થઇ શકે છે. આ દોરીને ક્રાઇમ ગણી લેવામાં આવી છે તેથી પોલીસ ધરપકડ પણ કરી શકે છે.

ચાઇનીઝ દોરીમાં પોલીમર કન્ટેઇન હોવાથી તેમાં ઇલેકટ્રીસિટી પસાર થઇ શકે છે જે જીવલેણ સાબિત થાય છે. ઉત્તરાયણ પછી પણ વીજળીના તાર ઉપર લટકતી દોરી પક્ષીઓ માટે જોખમી બની શકે છે. આ તમામ બાબતોનો અભ્યાસ કરી રાજ્ય સરકારે ટ્રેડશિનલ દોરીના વપરાશ ઉપર ભાર મૂકયો છે. મેગ્નેટીક અસરવાળી દોરી અથવા મેગ્રેટીક પટ્ટી પણ પતંગના છેડે લગાવી શકાશે નહીં. રાજ્ય સરકારે પોલીસને આ પ્રતબિંધનો અમલ કરવા તમામ જગ્યાએ એલર્ટ કરી દીધી છે.

પંતગ ઉતારવા જતા માસૂમ ગંભીર રીતે દાઝ્યો
Mihir Bhatt, Ahmedabad

ઘાતક બની રહેલી ચાઇનીઝ દોરીની ચારે તરફ બુમરેંગ છે, ત્યારે હાઇ ટેન્શન વાયર પરથી લટકતી આવી એક દોરીને ખેંચવા જતા એક દસ વર્ષીય કિશોર ગંભીર રીતે દાઝતા તેને વા.સા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાંમાં વધુ એક બાળક અને યુવક દાઝયો હોવાનું પણ જાણવા મળ્યું છે.

સુત્રોનાં જણાવ્યા અનુસાર, ફતેવાડી ભાઠા વિસ્તારમાં રહેતા યુસુફખાન પઠાણ લાલદરવાજા ખાતે એએમટીએસ સ્ટોપ પર પાનનો ગલ્લો ધરાવે છે. સોમવારે સવારે યુસુફખાનની પત્ની ફેમીનાંબાનુની તબીયત ખરાબ હોઇ હોસ્પિટલ ગયા હતા. જયારે તેમનો મોટો પુત્ર મહમ્મદ અલી મદરેશાએથી ઘરે આવી રહ્યો હતો.

આ સમયે રસ્તામાંથી પસાર થતા એક હાઇ ટેન્શન વીજ વાયર પર પતંગ પડેલો જોઇ મહમ્મદ અલીએ તેની દોરી ખેંચી પતંગ ઉતારવા કોશીષ કરી હતી. મહમ્મદ અલીએ પતંગની દોરી પકડતાની સાથેજ તેનાં શરીર પર એક ઘાતક ધડાકો થયો હતો અને સુદબુધ ખોઇ મહમ્મદ અલી ફસડાઇ પડયો હતો.

હાઇ વોલ્ટેજને કારણે શરીર પર થયેલો ધડાકો એટલો મોટો હતો કે નજીકમાં ઉભેલા એક ત્રણ વર્ષનાં બાળક તથા એક પુરૂષ પણ દાઝી ગયા હતા. આ ઘટનાની જાણ થતાની સાથેજ સ્થાનીક લોકોએ ત્રણેણ જણાને હોસ્પિટલ ખસેડ્યાં હતા. જો કે ૯૦ ટકા જેટલા દાઝી ગયેલા મહમ્મદ અલીને વા.સા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જયાં ડોક્ટરઓ તેની સારવાર હાથ ધરી છે, બીજી તરફ અસલાલી પોલીસે પણ આ અંગે નોંધ લઇ તપાસ આદરી છે.

Sunday, Dec 20th, 2009, 2:38 am [IST]

ચાઇનીઝ દોરીના વપરાશ સામે અભિયાન છેડાયું
Bhaskar News, Ahmedabad

ખતરનાક એવી ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવા તેમ જ તેની ઉપર પ્રતિબંધ મૂકવાની માગણી ઉગ્ર બની છે. ઝુંડાલની સ્વામિનારાયણ સંસ્કાર કોલેજના વિધાર્થીઓએ ચાઇનીઝ દોરી ન વાપરવાના સોગંદ લીધા છે અને પોતાની સોસાયટીઓમાં પણ તે ન વપરાય તે માટે અભિયાન ચલાવવાનું પણ નક્કી કર્યું છે.

ચાઇનીઝ દોરીની ખતરનાક અસરો પ્રત્યે અમદાવાદ શહેર જાગૃત બની રહ્યું છે. ચાંદખેડા- ગાંધીનગર રોડ ઉપર ઝુંડાલ ખાતે આવેલી શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ફાર્મસી કોલેજના વિધાર્થીઓ અને પ્રાઘ્યાપકોએ ચાઇનીઝ દોરી ન વાપરવાનો નિર્ણય લીધો છે.

એટલું જ નહીં તેઓએ પોતપોતાની સોસાયટીમાં ચાઇનીઝ દોરી ન વાપરવાનું અભિયાન પણ છેડવાનું નક્કી કર્યું છે. બીજી બાજુ લાલ દરવાજા ખાતે પતંગ અને દોરીના વેપારી રાજુ ઉસ્તાદ બરેલીવાળાએ એક મોટું હોર્ડિંગ લગાવીને ચાઇનીઝ દોરી મામલે લોકોને ચેતવ્યા છે.

‘દિવ્ય ભાસ્કરે’ ચાઇનીઝ દોરી સામે શરૂ કરેલા જનજાગતિ અભિયાનને દિવસે દિવસે જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓ, વેપારીઓ, જીવદયા અને પર્યાવરણ પ્રેમીઓએ ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી. શનિવારે બપોરે ઝુંડાલની શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ફાર્મસી કોલેજના ૨૬૦ વિધાર્થીએ જીવલેણ ચાઇનીઝ દોરી પ્રત્યે પોતાનો રોષ ઠાલવ્યો હતો. કોલેજના પ્રટાગણમાં પ્રાઘ્યાપકો અને વિધાર્થીઓએ ચાઇનીઝ દોરી ન વાપરવાના શપથ લીધા હતા.

કોલેજના પ્રિન્સિપાલ રાજુભાઇ ડાંગરે જણાવ્યું હતું કે, ‘ માનવી અને પક્ષીઓના જીવ લેતી ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ મૂકવો જોઇએ. ઉત્તરાયણમાં અસંખ્ય અબોલ જીવો આ દોરીનો શિકાર બને છે. ચાઇનીઝ દોરીમાં નાઇલોનનો ઉપયોગ થતો હોય તે પર્યાવરણ માટે પણ જોખમી છે.’

ચાઇનીઝ દોરીમાં બાઇન્ડર નામનો પદાર્થ હોય છે. જે અસ્ત્રા જેવું કામ કરે છે. જયારે તે માણસના શરીર ઉપર ઘસાય ત્યારે ચામડી ચીરી નાખે છે. બીફાર્મના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ધવલ પટેલ અને ચેતન મિસણે ચાઇનીઝ દોરી પ્રત્યે પોતાની ઉગ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, ‘ દેશને નુકસાન કરે તેવા વિદેશી માલ-સામાન અમને ન ખપે. ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકી દો.’ ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાનું છોડી તેઓ પક્ષી બચાવવાનું કામ કરશે. બીજા એક વિધાર્થી અંકિત પટેલે જણાવ્યું હતું કે, ‘ અમારા મિત્ર મંડળમાં કોઇ ચાઇનીઝ દોરી ન વાપરે તેની કાળજી લઇશું.’

ચાઇનીઝ દોરીને ત્રાસવાદી સાથે સરખાવતું હોર્ડિંગ !

૨૫ વર્ષથી દોરીનો વેપાર કરતા રાજુ ઉસ્તાદ બરેલીવાળાએ એક નવતર પ્રયોગ અપનાવ્યો છે. તેમણે લાલ દરવાજા રોડ ઉપર ૬ ફૂટ લાંબું અને ૨૫ ફૂટ પહોળું એક હોર્ડિંગ મૂકયું છે. જેમાં ચાઇનીઝ દોરીને ત્રાસવાદી જેટલી ઘાતક ચીતરવામાં આવી છે. તેમણે કહે છે, ‘ ચાઇનીઝ દોરીના આગમન બાદ હવે ચિત્ર પલટાઇ ગયું છે. માટે ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ જરૂરી છે.’

No comments:

 
Bloggapedia, Blog Directory - Find It! Directory of Poetry Blogs India Counts Add My Site Directory Blog Directory Literature blogs Top Blogs Blog Directory Poetry Blogs - BlogCatalog Blog Directory Hindi blogs directory, Chitthalok Easy Seek-Free Search All-Blogs.net directory Blog Directory Add to Bloglines

B R E A K the Language Barrier - Read in your own script Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam

See This site in Hindi Add My Site Directory