આપનું સ્વાગત છે -


Powered by IP2Location.com

Friday, January 1, 2010

ગુજરાતને વિશ્વનું ઘર બનાવવાની નેમગુજરાતને વિશ્વનું ઘર બનાવવાની નેમ
Bhaskar News, Gandhinagar
ગુજરાતના ૫૦ વર્ષના ૬૭૫ લોકપ્રતિનિધિઓની વિધાનસભામાં ઉપસ્થિતિ : સૌએ લીધો સ્વર્ણિમ સંકલ્પ

ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક સ્વર્ણિમ સંસદીય પરિષદ સાથે ગુજરાતની સ્થાપનાની સુવર્ણજયંતિની ઉજવણીનો ભવ્ય પ્રારંભ થયો હતો. વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પક્ષના અત્યાર સુધીના ૬૯૫ જેટલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ગુજરાતને વધુ ‘સ્વર્ણિમ’ બનાવવાનો સર્વપક્ષીય સંકલ્પ કરાયો ત્યારે ગુજરાતની ગરિમા દીપી ઊઠી હતી.

આ સંકલ્પની રજૂઆત વખતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એવી ખાતરી આપી હતી કે તેમની સરકાર સૌને સાથે લઇને ચાલશે. જૉ કે માજી મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ અને કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે વિકાસના તબક્કાને સમર્થન આપી મીઠી ટકોર પણ કરી હતી. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ મોકલેલા સંદેશામાં ગુજરાતને ભારતનો ‘ કોહિનૂર ’ ગણાવ્યો હતો. ભાજપના ટોચના રાષ્ટ્રીય નેતા અડવાણીએ ગુજરાત જેવી ઉજવણી તમામ રાજયમાં થવી જૉઇએ તેવું સૂચન કર્યું હતું.

નાદુરસ્ત તબિયતના કારણે ઉપસ્થિત ન રહી શકેલા સાંસદ અહેમદ પટેલે પણ એક સંદેશામાં ગુજરાતની પ્રગતિને પ્રેરણારૂપ ગણાવીને રાજયના નાગરિકોન બિ રદાવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ વિકાસ માટે પક્ષાપક્ષીથી દૂર રહેવા જણાવ્યું હતું. આ પ્રસંગે આમંત્રિત કેન્દ્રીય નેતાઓ અને રાજયના પૂર્વ અને વર્તમાન નેતાઓ ઉપસ્થિત હતા પરંતુ ત્રણ ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓની ગેરહાજરી નોંધપાત્ર બની હતી.

ગુજરાત વિધાનસભાને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. ગાંધીનગરમાં એવા પણ સભ્યો ઉત્સાહ સાથે આવ્યા હતા કે ઉમરના કારણે તેમની શારીરિક સ્થિતિ નબળી પડી હતી. ઘણાં વર્ષોપછી સભાગહમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળતાં રાજીના રેડ થઇ ગયેલા ૫૦ વર્ષ જૂના ધારાસભ્યો પોતાના ભૂતકાળને વાગોળી રહ્યા હતા.

શુક્રવારે બપોરેવિધાનસભાગૃહમાં પરિષદના પ્રારંભ પછી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વિર્ણમ સંકલ્પની જાહેરાત કરતાં કહ્યું હતું કે ગુજરાતની સ્થાપના પછીનાં ૫૦ વર્ષના ડેવલપમેન્ટ ગ્રાફમાં કોઇ એક સરકાર કે કોઇ એક વ્યકિતનું યોગદાન નથી પરંતું વિકાસની ઊચાઇઓ સર કરવામાં પાયો નાખનારા મહાનુભાવોથી લઇને વિકાસની કેડી કંડારનારા તમામ સહભાગી છે. આ તબક્કે હું અત્યાર સુધીમાં સત્તાસ્થાને આવેલા તમામ મુખ્યમંત્રીઓનો ઋણી છે. વિશ્વમાં ગુજરાતીઓને ગૌરવ અપાવવાનું છે. આ એક ઐતિહાસિક પ્રસંગ છે અને તેને પ્રેરક, અસરકારક વળાંક આપવાનો છે.

ગુજરાતની પ્રજાના સપનાને પૂરાં કરવા માગતા ગુજરાત સરકારના સ્વિર્ણમ સંકલ્પને વધાવી રાજયપાલ ડો. કમલાએ કહ્યું હતું કે ૨૦૧૦ના વર્ષમાં ગુજરાત તેજી સાથે વિકાસનાં કામોમાં કોઇ કસર નહીં છોડે. છેલ્લાં પ૦ વર્ષમાં આવેલા તમામ મુખ્યમંત્રીઓએ રાજયનો નિરંતર વિકાસ કર્યોછે. હું રાજસ્થાની છું અને અમારા રાજયએ ગુજરાતને સગાભાઇની જેમ જૉયું છે. ગુજરાતે જ અમને લગન, મહેનત અને સરચાઇ શીખવી છે. તપસ્યા એ ગુજરાતીઓની એક ખૂબી રહી છે. પરિષદ પૂર્વે વિધાનસભાના અઘ્યક્ષ અશોક ભટ્ટે તેમના સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું કે ૨૦૧૦ની પહેલી મે થી એક વર્ષ સુધી રાજયમાં સ્વિર્ણમ સિદ્ધિ અને સોપાનનું તર્પણ ગુજરાતની પ્રજાને થવાનું છે.

ગાંધીનગરના સાંસદ એલ. કે. અડવાણીએ કહ્યું હતું કે, ગુજરાત દેશ માટે અનુકરણનીય છે. ગુજરાતનો વિકાસ કોઇ એક નેતાના કારણે નહીં પણ રાજયની જનતાના કારણે છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, જૉ પક્ષાપક્ષીથી દૂર રહેવાશે તો અકલ્પનીય વિકાસ સાધી શકાશે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે, વિતરણ વિનાની સમૃઘ્ધિ ખરાબ છે.

સંસ્કારના ઝરણા પણ જૉઇએ. ગુજરાતના ઘણા પ્રાણપ્રશ્નો બાકી છે તેને હલ કરવા માટે રાજકીય એકતા જરૂરી છે. વિપક્ષી નેતા શકિતસિંહ ગોહીલે જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસમાં કોંગ્રેસ હંમેશા ખભેખભો મિલાવીને સમર્થન આપશે. સાંસદ અને કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે સત્ય અને સાદગી રાખીને ખુશામતખોરી અને સ્વરછંદતા દૂર થવી જૉઇએ તેવી ટકોર કરી હતી. આ પ્રસંગ કેન્દ્રીય મંત્રી પ્રણવ મુકરજીના સ્વિર્ણમ સંકલ્પને સમર્થન આપતા સંદેશાનું વાચન કરવામાં આવ્યું હતું.

No comments:

 
Bloggapedia, Blog Directory - Find It! Directory of Poetry Blogs India Counts Add My Site Directory Blog Directory Literature blogs Top Blogs Blog Directory Poetry Blogs - BlogCatalog Blog Directory Hindi blogs directory, Chitthalok Easy Seek-Free Search All-Blogs.net directory Blog Directory Add to Bloglines

B R E A K the Language Barrier - Read in your own script Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam

See This site in Hindi Add My Site Directory