આપનું સ્વાગત છે -


Powered by IP2Location.com

Tuesday, June 9, 2009

આવકવેરા ઇ-રિટર્ન માટે હવે પાસવર્ડ એન્ટર કરવો ફરજિયાત

સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસે ત્રીજી જૂને પરિપત્ર કર્યો
આવકવેરા ઇ-રિટર્ન માટે હવે પાસવર્ડ એન્ટર કરવો ફરજિયાત





(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,


સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસે ત્રીજી જૂને પરિપત્ર કરીને આવકવેરાનું ૨૦૦૯-૧૦ના આકારણી વર્ષનું ઇ-રિટર્ન ફાઈલ કરવા માટેની પ્રક્રિયામાં ફેરફાર કર્યા છે. નવા ફેરફાર હેઠળ ઇ-રિટર્ન ફાઈલ કરનાર કરદાતાઓ પૅન (પરમેનન્ટ એકાઉન્ટ નંબર) ઉપરાંત આઠ અક્ષરના પાસવર્ડમાં આલ્ફા ન્યુમરિક નંબર સાથે સ્પેશિયલ કેરેક્ટર નાખશે તો જ ઇ-રિટર્ન ફાઈલ થઈ શકશે.

પૅન ઉપરાંત આલ્ફા ન્યુમરિક નંબર ને સ્પેશિયલ કેરેક્ટર્સવાળો પાસવર્ડ ને ડીજિટલ સર્ટીફિકેટ આવશ્યક

ઈ-ફાઇલિંગ માટે કરદાતા તરીકે રજિસ્ટ્રેશન કરાવવા માટેની પ્રક્રિયા દરમિયાન કરદાતાએ તેમના ડિજિટલ સર્ટિફિકેટનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રજિસ્ટ્રેશન કરાવ્યા પછી કરદાતા તેના પાસવર્ડની ચકાસણી કરવા માટે ચોક્કસ ઇમેજનો પણ ઉપયોગ કરી શકશે. કરદાત ઇચ્છે ત્યારે આ ઇમેજમાં પણ ફેરફાર કરીને તેના પાસવર્ડને ગોપનીયતાને જડબેસલાક બનાવી શકશે.

કરદાતા તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યા પછી ઇમેઈલ મારફતે યુઆરએલ મોકલીને કરદાતા તેના યુઝર્સ એકાઉન્ટને સક્રિય-એક્ટિવેટ કરાવી શકશે. પરંતુ ૩૬ કલાક સુધી યુઝર્સ એક્ટિવેશન મળતા નથી. પરિણામે દસ દિવસની મુદત ચૂકી જવાની શક્યતા વધી જાય છે. એકવાર ઇ-ફાઈલિંગ કરવા માટેનું રજિસ્ટ્રેશન કરાવ્યા પછી કરદાતાએ માત્ર દસ જ દિવસમાં તેનું યુઝર્સ એકાઉન્ટ ખોલાવી દેવાનું રહેશે. દસ દિવસમાં એકાઉન્ટ ખોલાવવામાં તે નિષ્ફળ જાય તો તેના યુઝર્સ એકાઉન્ટની મુદત પૂરી થઈ જશે અને એકાઉન્ટ બંધ પડી જશે. યુઝર્સ એકાઉન્ટ બંધ પડી જશે તો કરદાતાએ રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા નવેસરથી કરાવવી પડશે.

કરદાતા ડિજિટલ સિગ્નેચર કરીને પણ તેમના રિટર્ન ફાઈલ કરી શકશે. આ ડિજિટલ સિગ્નેચર કરાવવા માટે તેણે રૂા. ૧૦૦૦નો ખર્ચ કરવો પડશે. આ રીતે રિટર્ન ફાઈલ કર્યા પછી મળતી એક્રોલેજમેન્ટ રિસિપ્ટ ૧૫ દિવસમાં આવકવેરા ખાતાના સંબંધિત વિભાગના અધિકારીને બતાવીને તેના પર સિક્કો મરાવી લેવાનો રહેશે. આ એક્રોલેજમેન્ટની રશીદ કરદાતાએ એ ફોર સાઈઝના કરવામાં વાળ્યા-ફોલ્ડ કર્યા વિના મૂકીને બેન્ગલોરના આવકવેરાના યુનિટમાં રજિસ્ટ્રેશન માટે પોસ્ટથી ૩૦ દિવસમાં મોકલવાની રહેશે. આ રશીદ પર બૅન્ગ્લોર ઑફિસ સિક્કો મારીને સ્કેન કરીને ઇ-મેઈલ કરીને કરદાતાને મોકલી આપશે.

રજિસ્ટ્રેશનની પ્રક્રિયાની વિગતોની અન્ય કોઈને જાણ ન થાય તે માટે કરદાતાઓને કેટલાક અંગત સવાલો પૂછીને તેમની પાસેથી જવાબો મેળવવામાં આવશે. કરદાતાના એકાઉન્ટને વઘુ સલામત બનાવવા માટે આ પ્રક્રિયા કરવામાં આવશે. વર્તમાન કરદાતા લોગ ઇન કર્યા પછી તેના સવાલો અને તેના જવાબોમાં ફેરફાર કરી શકે છે.

ઇ-ફાઈલિંગ કરાવવા માટે ડિજિટલ સર્ટિફિકેટ અપલોડ કરવું ફરજિયાત બનાવાયું છે. માય એકાઉન્ટના મેનુમાં જઈને કરદાતા ડિજિટલ સર્ટિફિકેટને અપડેટ કરી શકશે. ઇન્ટરનેટમાંથી ડાઉનલોડ કરાયેલી એક્સએમએલ ફાઈલમાં કોઈ ક્ષતિ કે ભૂલ થશે તો એક સાથે આખી ફાઈલ ડિસ્પ્લે થાય અને જોઈ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. એક્સએમએલ ફાઈલ અપલોડ થઈ ગયા પછી ઇ-ફાઈલિંગના નેટવર્કનો ઉપયોગ કરનાર ઇન્કમ ટેક્સ રિટર્નના તેના ફોર્મ્સ ડાઉનલોડ કરી શકશે. ફાઈલ કરેલા રિટર્નની એક્રોલેજમેન્ટ આપતી પીડીએફ ઝીપ ફાઈલ સાચવી રાખવી જરૂરી છે.

No comments:

 
Bloggapedia, Blog Directory - Find It! Directory of Poetry Blogs India Counts Add My Site Directory Blog Directory Literature blogs Top Blogs Blog Directory Poetry Blogs - BlogCatalog Blog Directory Hindi blogs directory, Chitthalok Easy Seek-Free Search All-Blogs.net directory Blog Directory Add to Bloglines

B R E A K the Language Barrier - Read in your own script Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam

See This site in Hindi Add My Site Directory