ગર્ભધારણનું વિજ્ઞાન
Prof. Prahaladbhai PatelTuesday, June 02, 2009 19:51 [IST]
આપણે આપણી ઇચ્છા પ્રમાણે ઉત્તમ પુત્ર કે ઉત્તમ પુત્રી પેદા કરી શકીએ છીએ
એક જ દિવસે અને એક જ સમયે જન્મતાં બાળકો પૈકી એક બાળક તેજસ્વી અને બીજું બાળક ઠોઠ, એક બાળક તંદુરસ્ત અને બીજું બાળક રોગીષ્ઠ, એક બાળક બલીષ્ઠ અને બીજું બાળક નબળું કેમ હોય છે? તેનું કારણ છે મા-બાપ તરફથી બાળકને મળતા અલગ અલગ પ્રકારનાં રંગસૂત્રો!
દરેક સજીવને પોતપોતાનાં આગવાં રંગસૂત્રો હોય છે. દરેક રંગસૂત્રમાં એક રાસાયણિક ઘટક મોલેકયુલ હોય છે. તેને વિજ્ઞાનની ભાષામાં ડી.એન.એ.(ડી ઓકિસ રીબો ન્યુકિલક એસિડ) કહે છે. ડી.એન.એ.મોલેકયુલમાં હજારો જનીન હોય છે. તે આનુવંશિકતા માટે જવાબદાર હોય છે. વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે બાળકનાં રૂપ, રંગ અને ગુણધર્મો, તેનાં મા-બાપ તરફથી વારસામાં મળતા જનીન ઉપર આધાર રાખે છે. પુરુષનાં રંગસૂત્રોમાં X અને Y એમ બે પ્રકારનાં રંગસૂત્રો હોય છે, જયારે સ્ત્રીનાં રંગસૂત્રોમાં એક જ X પ્રકારનાં બે રંગસૂત્રો હોય છે.
પ્રોબેબિલિટી (સંભવિતતા)ના સિદ્ધાંત પ્રમાણે ગમે તે એક પુરુષબીજ, ગમે તે એક સ્ત્રીબીજનું ફલીનીકરણ કરે તો ગર્ભ રહે છે. તેની પસંદગી કુદરત (પ્રોબેબિલિટી) કરે છે! ફલીનીકરણમાં પુરુષબીજ 2 (Sperm) સ્ત્રીબીજ (Ovum) ઉપરના આવરણને પોતાના શિરથી તોડીને પોતાની પૂંછડીને બહાર છોડીને, ધડ સાથે સ્ત્રીબીજમાં પ્રવેશે છે અને આ રીતે ગર્ભધારણ થાય છે.
મનુષ્યના પ્રજનનની સામાન્ય પ્રક્રિયામાં શ્રેષ્ઠ પુરુષબીજ અને શ્રેષ્ઠ સ્ત્રીબીજનું ફલીનીકરણ થાય ત્યારે કુદરતી રીતે શ્રેષ્ઠ બાળક પેદા થાય છે. પરંતુ આપણે આપણી ઇચ્છા પ્રમાણે ઉત્તમ પુત્ર કે ઉત્તમ પુત્રી પેદા કરી શકીએ છીએ. યોગ્ય પ્રયત્નથી આપણે ઇરછીએ તે પ્રાપ્ત કરી શકીએ છીએ!
ઉત્તમ બાળક પેદા કરવા માટે પુરુષનાં અને સ્ત્રીનાં જનીનને ઉત્તમ બનાવવાં પડે. આપણા આયુર્વેદમાં આનો સચોટ ઉપાય છે. આયુર્વેદમાં મન ઉપર વિશેષ ઘ્યાન આપવામાં આવ્યું છે. આપણા મનમાં અદભૂત શકિત છે. આપણું મન સુપર કોમ્પ્યૂટર છે. આપણા મનમાં ઉત્તમ વિચાર લાવી આપણે સારાં જનીનને સક્રિય અને નરસાં જનીનને નિષ્ક્રિય કરી શકીએ છીએ. જીન્સમાં કરવાની આવતી પરિવર્તનની આ ક્રિયા ઉત્તમ બાળક પેદા કરવામાં ચમત્કારિક પરિણામ લાવે છે! આપણે આપણી ઇચ્છા મુજબ સુંદર, બુદ્ધિશાળી, તંદુરસ્ત અને અતિ તેજસ્વી બાળક પેદા કરી શકીએ છીએ!!
હવે આપણે સારાં જનીનને સક્રિય અને નરસાં જનીનને નિષ્ક્રિય કેવી રીતે કરી શકાય તેની વિગતવાર ચર્ચા કરીએ. આ આખી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયામાં મનના વિચારોની પુરુષબીજ ઉપર અને સ્ત્રીબીજ ઉપર કેવી સારી અને નરસી અસર થાય છે તે અનેક ઉદાહરણ આપી સમજીએ. ત્યારબાદ ઉત્તમ જીન જ ફલીનીકરણ કરે જેથી ઉત્તમ બાળક પેદા થાય તેની ચર્ચા કરીશું. ઉત્તમ બાળક મેળવવા માટેની પ્રથમ શરત એ છે કે ખુદ માતાપિતાએ ઉત્તમ બનવું જોઇએ. તેઓ બાળકમાં જે જે વિશિષ્ટ ગુણો જોવા ઇરછતા હોય તે ગુણો પહેલાં પોતાનામાં વિકસાવવા જોઇએ.
ગર્ભાધાન પહેલાં કે પછી કાળજી રાખવી જોઇએ. મહાન ભારતીય વિચારક જે. કૃષ્ણમૂર્તિએ કહ્યું છે કે, ‘આપણે ડોકટર, એન્જિનિયર, પ્રોફેસર કે ઉધોગપતિ તૈયાર કરવા માટે અનેક યુનિવર્સિટીઓ શરૂ કરી છે, પરંતુ અફસોસ છે કે ઉત્તમ બાળક અને ઉત્તમ મા-બાપો તૈયાર કરવા માટે હજુ સુધી કોઇએ કશું કર્યું નથી! માતા-પિતા બનવું તે તો કુદરત આધારિત સામાન્ય કાર્ય છે, પરંતુ ઉત્તમ બાળકના ઉત્તમ માતા-પિતા બનવું એ સૌથી વિશેષ મહત્ત્વનું જવાબદારીભર્યું જટિલ કાર્ય છે.
પ્રાચીનકાળમાં સંતાન પ્રાપ્ત કરવા માટે પુત્રેષ્ટિ યજ્ઞો થતા હતા. કઠોર તપશ્ચર્યાઓ થતી હતી. તેનાં સંખ્યાબંધ દ્રષ્ટાંતો પ્રાચીન ગ્રંથોમાં મળે છે. રાજા દશરથે સંતાનપ્રાપ્તિ માટે વિષ્ણુયાગ કર્યો હતો. પરિણામે શ્રી રામ તેમના ઘરે અવતર્યા હતા. આપણા પૂર્વજો ઉત્તમ સંતાનપ્રાપ્તિનું મહત્ત્વ સમજીને શ્રેષ્ઠ રૂપ અને ગુણ ધરાવતું સંતાન મેળવવા ઉગ્ર તપશ્ચર્યા કરતા હતા. ઈશ્વરને પ્રાર્થના કરતા હતા કે શ્રેષ્ઠ સંતાન અમને આપ. તે સમયે ભારતમાં ગર્ભવિજ્ઞાન સોળે કળાએ ખીલેલું હતું.
જેનેટિક સાયન્સના કારણે એ સિદ્ધ થઇ ગયું છે કે વ્યકિતના સમગ્ર વ્યકિતત્વની બ્લ્યૂપ્રિન્ટ ધરાવતાં જીન્સ તે પોતાનાં સંતાનોને આપે છે. આ જીન્સમાં માનવીના દેહના બંધારણથી માંડીને તેની શારીરિક માનસિક અને બૌધિક ક્ષમતા સુધી તમામ બાબતોનો નકશો હોય છે. આ નકશા પ્રમાણે સંતાન સામાન્ય, મઘ્યમ કે ઉત્તમ બને છે.
સમાગમ વખતે સ્ત્રી અને પુરુષના જે મનોભાવ તથા શારીરિક અને માનસિક અવસ્થા હોય તે પણ બાળકમાં ઊતરે છે. આ રીતે સ્ત્રીબીજ કે પુરુષબીજ ઉત્પન્ન થાય ત્યારના અને સમાગમ વખતના મનોભાવ ગર્ભાધાન ઉપર અસર કરે છે.
- લેખક ભૌતિકશાસ્ત્રના પૂર્વ અઘ્યાપક અને અમરનાથધામના મેનેજિંગ ટ્રસ્ટી છે.
આપનું સ્વાગત છે -
Powered by IP2Location.com
Tuesday, June 2, 2009
ગર્ભધારણનું વિજ્ઞાન Prof. Prahaladbhai Patel
Posted by Vijaykumar Dave at 5:04 PM
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment