લીમડાના રસ અને ગૌમૂત્રથી કાપડનું પ્રોસેસિંગ
Riddhish Sukhadiya, SuratMonday, June 08, 2009 02:43 [IST]
કાપડને જંતુમુકત બનાવવા તથા સાત્વિકતાને સાંકળવા શહેરના ટેકસટાઇલ પ્રોસેસર દ્વારા નવતર પ્રયોગ
૧ ટેકસટાઇલ પ્રોસેસિંગમાં લીમડાનો રસ, ગંગાજળ તથા ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે
૨ ડાઇંગ અને પ્રિન્ટિંગ બાદ અંતિમ વોશિંગ પ્રક્રિયા દરમિયાન લીમડાના રસનો ઉપયોગ થાય છે
૩ વોશિંગ માટેનાં ડ્રમ તથા પસાર થતા ગરમ પાણીમાં લીમડાનાં પાનનો મોટો જથ્થો રાખવામાં આવે છે
દેશવિદેશમાં સિન્થેટિક સાડી-ડ્રેસ મટિરિયલ્સ માટે જાણીતા સુરતના ઉધોગસાહસિકોએ સાડી તથા ડ્રેસ મટિરિયિલ્સના ઉત્પાદનમાં લીમડાનો રસ, ગૌમૂત્ર તથા ગંગાજળનો ઉપયોગ શરૂ કર્યો છે. ખાસ કરીને કાપડને જંતુમુકત બનાવવાના તથા સાત્ત્વિકતાનો ટચ આપવા લીમડાનો રસ, ગંગાજળ તથા ગૌમૂત્ર જેવા ઔષધીય ગુણ ધરાવતાં તત્ત્વોનો ઉપયોગ શરૂ કર્યોછે.
કાપડઉધોગ સાથે સંકળાયેલાં વર્તુળો મુજબ સુરતના કાપડઉધોગકારો કાપડની ગુણવત્તા પ્રત્યે વધુ જાગૃત બન્યા છે. ખાસ કરીને વૈશ્વિક સ્પર્ધામાં આગળ ધપવા શ્રેષ્ઠ ઉત્પાદનો વિકસાવવાના પ્રયત્નો આદર્યા છે, જેના ભાગરૂપે ઇકોફ્રેન્ડલી કોન્સેપ્ટને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. શહેરના લક્ષ્મીપતિ ગ્રુપના સિદ્ધિવિનાયક પ્રોસેસિંગ એકમમાં ટેકસટાઇલ પ્રોસેસિંગમાં લીમડાનો રસ, ગંગાજળ તથા ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
જયાં ડાઇંગ અને પ્રિન્ટિંગ બાદ અંતિમ વોશિંગ પ્રક્રિયા દરમિયાન લીમડાના રસનો ઉપયોગ કરવામાં આવે છે. વોશિંગ માટેનાં ડ્રમ તથા પસાર થતા ગરમ પાણીમાં લીમડાનાં પાનનો મોટો જથ્થો રાખવામાં આવે છે, જે પાણી દ્વારા અંતિમ વોશિંગ પ્રક્રિયા પાર પાડવામાં આવે છે. પ્રતિદિન લગભગ ૨૫ કિલો જેટલા લીમડાનો ઉપયોગ થાય છે. આ જ પ્રકારે પ્રોસેસિંગ માટેની વોટર ટેંકમાં પ્રતિદિન એક-એક લિટર ગૌમૂત્ર તથા ગંગાજળનું મિશ્રણ કરવામાં આવે છે.
કાપડને જંતુમુકત બનાવવાનો આશય
લીમડો, ગંગાજળ તથા ગૌમૂત્રના ઉપયોગ વિશે સંસ્થાના ડિરેક્ટર સંજય સરાવગીએ જણાવ્યું હતું કે લીમડાના ઉપયોગ પાછળ કાપડને ઇકોફ્રેન્ડલી ઇફેકટ આપવાનો તથા ફેબ્રિકસને જંતુમુકત બનાવવાનો તર્ક રહેલો છે. લીમડાનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. ખાસ કરીને લીમડાના પાણીથી સ્નાન કરનારાઓને ચામડીના રોગ થતા નથી. આ બાબતને કેન્દ્રમાં રાખીને ફેબ્રિકસ પ્રોસેસિંગમાં લીમડાનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. ઊચા ઉષ્ણતામાને થતી પ્રોસેસ દરમિયાન જીવાણુઓ તથા કિટાણુઓ નાશ પામતા હોય છે.
આમ છતાં ડાઇંગ- પ્રિન્ટિંગ પ્રોસેસ બાદ પણ જો કોઈ જીવાણુ રહ્યા હોય તો તેનો નાશ કરી કાપડને જંતુમુકત બનાવવાનો આશય રહેલો છે. પ્રાયોગિક ધોરણે હાથ ધરવામાં આવેલી આ પ્રોસેસમાં કાપડના ફીલિંગ અને સુંવાળપમાં સુધારો જોવાયો છે. ટૂંકમાં નવી પ્રોસેસ બાદના ફેબ્રિક્સનું પરીક્ષણ કરાવી એનાલિસસિ કરવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે ફેબ્રિકસને પવિત્રતા અને સાત્ત્વિકતાનો સ્પર્શ આપવાના આશયથી ગૌમૂત્ર તથા ગંગાજળ પાણીની ટાંકીમાં મિશ્રિત કરવામાં આવે છે.
આપનું સ્વાગત છે -
Powered by IP2Location.com
Wednesday, June 10, 2009
લીમડાના રસ અને ગૌમૂત્રથી કાપડનું પ્રોસેસિંગ
Posted by Vijaykumar Dave at 3:41 PM
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
thanks for sharing this info...
give your email pls
Nisha jee,
My email address is vijaykumardave@gmail.com.
Thanks for your fine comment.
Post a Comment