મારા બ્લોગના એક મુલાકાતીને શોધવા ગયો. તેમના બ્લોગ પર મુકુલ ચોક્સીએ લખેલ એક સરસ મજાનું ગીત મળી આવ્યું અને તે પણ સુરના સથવારે. શોધ કરતા જાણ થઈ કે આ ગીત ટહુકો ડોટ કોમ પર ઉપલબ્ધ છે. આ ગીત અહીં જ સાંભળવા મળે તેવી વ્યવસ્થા કરવાનો પ્રયાસ કર્યો છે.
સાંભળો આ ગીત હવે અહીં ...
કવિવર : મુકુલ ચોક્સી
સ્વર : નયના ભટ્ટ
સંગીત : મેહુલ સુરતી
લીંક : http://tahuko.com/?p=819
*************
ગીત આપના આસ્વાદ માટે ...
----------------
પ્રિય પપ્પા હવે તો તમારા વગર
મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર
આ નદી જેમ હું પણ બહુ એકલી
શી ખબર કે હું તમને ગમું કેટલી
આપ આવો તો પળ બે રહે છે અસર
જાઓ તો લાગે છો કે ગયા ઉમ્રભર
…મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર …
યાદ તમને હું કરતી રહું જેટલી
સાંજ લંબાતી રહે છે અહીં એટલી
વ્હાલ તમને ય જો હો અમારા ઉપર
અમને પણ લઇને ચાલો તમારે નગર
…મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર …
*************
આ ગીત માત્ર નિજાનંદ માટે અને મને ગમ્યું હોઇ પોસ્ટ કરેલ છે. આ ગીત પોસ્ટ કરવામાં કોઇ હક્ક કે કોપીરાઇટ્નું ઉલ્લંઘન થતું હોય તો મારૂં તરત ધ્યાન દોરશો...હું આ પોસ્ટ હટાવી લઈશ. આને કારણે જાણે - અજાણે કોઇની લાગણી દુભાણી હોય તો ક્ષમા કરશો. મારો હેતુ માત્ર ગુજરાતી કવિતાઓ અને સંગીતને લોકો સુધી પહોંચાડવાનો છે.
India Counts
Add My Site Directory
Blog Directory
Blog Directory
Easy Seek-Free Search
All-Blogs.net directory
Blog Directory
Add to Bloglines
1 comment:
સાથે ટહુકો પર આ ગીત જ્યાં છે, તેની લિઁક આપી હોય તો કદાચ જેને શબ્દો સાથે ગીત માણવું હોય, અથવા મુકુલભાઇના - મેહુલભાઇના બીજા ગીતો સાંભળવા હોય, એમને ઉપયોગી થઇ રહેત. અને ગીત જ્યાં પણ વાગે, સાથે સંગીતકાર - ગાયક ના નામના ઉલ્લેખ સાથે હોય તે ઇચ્છનીય છે.
Post a Comment