હિન્દ યુગ્મ ડોટ કોમ એ હિન્દી કવિતાઓનું આશ્રયસ્થાન કહી શકાય તેવી વેબસાઇટ છે. દર મહિને તેઓ હિન્દી કવિતાની સ્પર્ધા યોજે છે અને વિજેતાઓને પુરસ્કાર પણ આપે છે.
નવેમ્બર મહિનામાં યોજાયેલ આ સ્પર્ધામાં જે કવિતાને પુરસ્કૃત કરવામાં આવેલ છે, (http://merekavimitra.blogspot.com/2007/12/blog-post_03.html) તેમાંની એક કવિતાનો અનુવાદ આપની સમક્ષ મુકતાં હું આનંદ અનુભવું છું. આ અનુવાદ હિન્દ યુગ્મ ડોટ કોમની સહમતિથી પ્રકાશિત કરી રહ્યો છું.
આ કવિતા કવિયત્રી ડો. અંજલી સોલંકી દ્વારા લખાયેલ છે. તેઓનો જન્મ ઉત્તર પ્રદેશના જિવાના ગામમાં તારીખ ૧૯.૦૯.૧૯૮૦ના રોજ થયો છે. તેઓ હાલ ચંદીગઢ ખાતે એમ.ડી. પેથોલોજીના અંતિમ વર્ષમાં છે.
માણો ... તેમની પુરસ્કૃત કવિતાને ગુજરાતીમાં ...
*********************
ક્ષણિકાઓ - ડો. અંજલી સોલંકી.
૧.
તારો કોલ,
એક વણકહ્યો પ્રશ્ન,
એક વણસુણ્યો ઉત્તર,
એક અણચાહ્યો વિવાદ,
એક અભાગી સંબંધ.
૨.
આજ રાત મન ભરી રોઇ લઊં.
સાંભળ્યું છે ...
કાલ નિલામીમાં
અંધકાર પણ વેચાશે.
૩.
યુગ વિત્યાં ફેંસલાઓ સાંભળતા - સહેતાં.
ચાલ
દુનિયાનો આખરી નિર્ણય
આપણે સંભળાવી દઈએ.
૪.
મારી જીદની દુનિયામાં ચર્ચા છે.
થયું કંઇ નહિ,
મેં સત્યને માત્ર સાચું કહ્યું છે.
૫.
મેળામાં ભીડ,
ઉમટે છે,
વિખેરાય છે,
પાછી વળી જાય છે, ભગ્ન અવશેષો છોડીને ..
તારા કોલની માફક...
૬.
આ શહેરની દોસ્તી
તારા કોલ જેવી છે.
કાંઇપણ કારણ વગર જન્મે છે,
ક્યારેય મરતી નથી,
પરંતુ
કમબખ્ત નિભાવી પણ શકાતી નથી.
૭.
તેં જ કહ્યું હતું,
હરેક અશ્રુ દફનાવી દેજે
હું કબ્રસ્તાનમાં જ રહેવા લાગી છું,
થોડી વધુ જગ્યા કરી દો ...
(અનુવાદ : વિજયકુમાર દવે - હિન્દ યુગ્મ ડોટ કોમની સહમતિ સાથે પ્રકાશિત)
આપનું સ્વાગત છે -
Powered by IP2Location.com
Monday, December 3, 2007
હિન્દ યુગ્મ.કોમ પર નવેમ્બર - ૨૦૦૭ ની કાવ્ય પ્રતિયોગિતાની પુરસ્કૃત કવિતા - ગુજરાતીમાં અનુવાદિત
Posted by Vijaykumar Dave at 3:58 AM
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
સરસ અનુવાદ છે, કવિયત્રી અંજલી અને અનુવાદક ને હાર્દિક અભિનન્દન.
॥दस्तक॥
गीतों की महफिल
સુંદર મનભાવન કાવ્ય'કણિકાઓ... બંને મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન... તબીબ કવયિત્રીની કલમમાં ભરપૂર સંભાવનાઓ દેખાઈ રહી છે... હાર્દિક શુભેચ્છાઓ...
-વિવેક
http://vmtailor.com/
Post a Comment