મારા માર્ગદર્શક મિત્ર કવિ શ્રી સુરેન્દ્ર કડિયાની કેટલીક રચનાઓ આપના આસ્વાદ માટે ----
ગઝલ
- સુરેન્દ્ર કડિયા
ફૂલોની ફરશ પર પસીનો ઠર્યો છે
કહે છે, હવાઓએ ઓચ્છવ કર્યો છે.
ફરી એની સામે અરીસો ધર્યો છે
ફરી એક તાજો સિતારો ખર્યો છે.
મુબારક હો સઘળું અખંડિત-અખંડિત
અમે શ્વાસનો સહેજ બખિયો ભર્યો છે.
હતો એક બુદ બુદ અહંથી છકેલો
કહે, આખેઆખો સમંદર તર્યો છે.
કદી બંધ કરશો તો અંધારું થાશે
કિતાબોની વચ્ચે સૂરજ તરવર્યો છે.
(ગુજરાતી સામાયિક "નવનીત સમર્પણ"ના
ઓગસ્ટ - ૨૦૦૭ના અંક્માં પ્રકાશિત રચના)
******************************************
ગઝલ
- સુરેન્દ્ર કડિયા
અઢળક ઊંડે તળિયે બેઠા
અમે અમારા ફળિયે બેઠા
વત્તો-ઓછો ભેદ મળે તો
જળમાંથી ઝળઝળિયે બેઠા
શબદ-શબદની માયા બાંધી
કાગા થઈ કાગળિયે બેઠા
શબરી એંઠાં બોર ધરાવે
અનહદ-ફળના ઠળિયે બેઠા
નવલખ તારા ઠોલી થાક્યા
પછી તમારા નળિયે બેઠા
(ગુજરાતી સામાયિક "નવનીત સમર્પણ"ના
ઓગસ્ટ - ૨૦૦૭ના અંક્માં પ્રકાશિત રચના)
***********************************
(કવિ શ્રી સુરેન્દ્ર કડિયાની અનુમતિથી બ્લોગ પર પ્રકાશિત)
આપનું સ્વાગત છે -
Powered by IP2Location.com
Tuesday, December 18, 2007
Posted by Vijaykumar Dave at 12:07 PM
Subscribe to:
Post Comments (Atom)
India Counts
Add My Site Directory
Blog Directory
Blog Directory
Easy Seek-Free Search
All-Blogs.net directory
Blog Directory
Add to Bloglines
3 comments:
સુંદર ગઝલો... બ્લૉગ પણ મજાનો થયો છે... અભિનંદન !
આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માંસામેલ કર્યો છે મુલાકાત લેશો .
આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે. મુલાકાત લેશો .ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપ ફોરમ
Dhanyawaad rupen bhai...
Post a Comment